________________
: ૧૩૮ :
જ્ઞાન પ્રદીપ.
પથ તરફ દષ્ટિ સુદ્ધાં કરતા નથી. કેઈ કઈ સત્તાવલંબી અસત્ય તથા અગ્રાહ્યને ત્યાજ્ય સમજી મનુના અસત્ય આપો, નિંદાઓ તથા તિરસ્કારે તરફ કિંચિત્ માત્ર પણ લક્ષ આપતા નથી, અને સત્ય તથા ગ્રાહ્ય માર્ગનું અવલંબન લે છે. કેટલાક મનુષ્ય તો પરમાર્થ સમજ્યા વગર એકબીજાની દેખાદેખીથી બુદ્ધિને ઉપયોગ કરતાં કંજુસાઈ ધારણ કરી, બીજાની સંમતિ ન ગ્રહણ કરી આંખો મીંચીને, કોઈ પણ પથમાં પ્રયાણ કરતા મનુષ્યની પાછળ પ્રયાણ કરવા આંચકે ખાતા નથી. દુનિયામાં જેટલા પ્રકારના લખાણે તથા ભાષણે છે તેટલા જ પ્રકારના પડ્યો છે, અને તે પથે નિરંતર વહન થયા જ કરે છે. પથામાં કેવલ ગમન જ થતું નથી પણ આગમન પણ થાય છે. આગમન કરતાં ગમન કરનાર નુકશાન વેઠી પાછા ફરનાર મનુષ્ય, પથમાં ગમન કરનારને, પહેલ પ્રથમ જનારને પથમાં પ્રયાણ કરવાથી થતા નુકશાન બતાવી તેઓને પાછા ફરવા પ્રેરણા કરે છે, તે તેઓ તેના કથનને અનાદર કરી હસી કાઢે છે અને અનેક પ્રકારના દેષોથી દૂષિત કરે છે. જ્યારે તેઓ નુકશાનીના ખાડામાં ઉતરે છે ત્યારે પશ્ચાત્તાપૂર્વક સઘળું નષ્ટ કરીને પાછા કરે છે. લખાણે તથા ભાષણોથી અભિપ્રાય જણાવવામાં તથા જાણવામાં આવે છે એ વાત સર્વથા સત્ય છે; પરંતુ અભિપ્રાયથી વિરુદ્ધ કેઈ એક ખાસ કાર્યસિદ્ધિને માટે બોલવામાં કે લખવામાં અડચણ નડતી નથી, તેથી કરી અન્તરીય અભિપ્રાયથી વિરુદ્ધ જાણવામાં કે જણાવવામાં કોઈ પણ પ્રકારને બાધ આવતું નથી, અને જે એમ ન હોય તે આ લેકેતિ જે પ્રસિદ્ધિમાં આવી છે તે ન આવવી જોઈએ. પરંતુ કેઈ ને કોઈ પ્રસંગને લઈને જ કહેવામાં આવ્યું છે કે –