________________
: ૧૩૬ ઃ
જ્ઞાન પ્રદીપ, શકે છે, જોઈ શકે છે. સુગતિ તથા દુર્ગતિના માર્ગને સારો ભૂમિ હોય છે. જ્ઞાની ભવાટવીમાં થઈને શિવપુર જતાં આપત્તિવાળા સ્થળોથી પોતાને બચાવ કરી શકે છે. કષાયાદિ ચારટાઓ તથા વિષયાદિ ઘાતકી જાનવરેથી પોતાના જ્ઞાનધનને તથા અપરિમિત જીવનને બચાવીને સંભાળપૂર્વક ઈષ્ટ ગતિએ લઈ જઈ શકે છે. આપત્તિ માત્રના ઉપાયને સારી રીતે જાણતો હેવાથી જાગતો હોવાથી કદાચિત્ ચેરટાઓનો કે જાનવરેનો ભેટ થઈ જાય તો કુશળતાથી તેમને નિઃસત્ત્વ બનાવીને નિર્ભય બની શકે છે.
જ્ઞાની પોતાને સારી રીતે ઓળખી શકે છે તેમજ પરને પણ સારી રીતે ઓળખે છે. આ પ્રમાણે પોતાની તથા પારકી વસ્તુને પણ જાણતો હોવાથી રતિ–અરતિ, હર્ષ તથા શેકને વશ પડતો નથી જેથી કરી અંતમાં સર્વ કર્મોથી મુક્ત થઈને અપુનરાવૃત્તિ (મેક્ષ સ્થાનને મેળવી શકે છે.