________________
જ્ઞાનની મહત્ત્વતા
: ૧૩પ :
છે, પોતાને નિર્વાહ કરી શકે છે. સમ્યગ જ્ઞાનથી સમ્યગૃશ્રાદ્ધ થાય છે અને સભ્યશ્રદ્ધાથી સમ્યક ચારિત્ર—પરિણામ થાય છે, શુદ્ધ પરિણામથી આત્મા શુદ્ધ થાય છે, આત્મા શુદ્ધ થવાથી જૂને કર્મ–મેલ ધોવાઈ જાય છે અને ન મેલ લાગતો નથી, ન મેલ ન લાગવાથી આત્મપ્રદેશે ઊજળા થાય છે અને આત્મા ચકચકિત બને છે. પછી આત્માનું તેજ-પ્રકાશ અખિલ વિશ્વમાં ફેલાઈ જાય છે જેથી કરી વસ્તુ માત્ર પ્રકાશિત થાય છે, જેને આત્મા પિતાના દિવ્ય જ્ઞાનરૂપી પ્રકાશથી સંપૂર્ણ તયા સ્પષ્ટપણે જાણી શકે છે. જેમ રાત્રિના અંતે સૂર્યોદય થાય છે ત્યારે સૂર્યના પ્રકાશથી વસ્તુ માત્ર પ્રકાશિત થાય છે અને દરેક વસ્તુ સૂર્યના પ્રકાશથી દષ્ટિગોચર થાય છે તેવી જ રીતે દિવ્ય જ્ઞાનના પ્રકાશથી ત્રણે કાળની સંપૂર્ણ પર્યાય સહિત વસ્તુને આત્મા જાણી શકે છે, જોઈ શકે છે. | સર્વથા કમજ રહિત આત્મપ્રદેશને પ્રકાશ કેઈ કાળે પણ ઝાંખું પડતું નથી, અજવાળામાં ન્યૂનાધિકતા થતી નથી. જેમ સૂર્યના સહસ્ત્ર કિરણેમાં પ્રત્યેક કિરણ પ્રકાશવાળું હોય છે તેમ આત્માના અસંખ્ય પ્રદેશમાં પ્રત્યેક પ્રદેશ જ્ઞાનના પ્રકાશવાળો હોય છે. દરેક પ્રકાશમાં અનંતું જ્ઞાન રહેલું છે. જેમ સૂર્યના પ્રત્યેક કિરણમાં પ્રકાશ રહેલો છે, છતાં બધાં કિરણે ભેગા મળીને પ્રકાશ કરે છે, પ્રત્યેક કિરણ છૂટું રહીને એકલું પ્રકાશ કરતું નથી તેવી જ રીતે આત્માના પ્રત્યેક પ્રદેશમાં જ્ઞાન રહેલું છે તે પણ તે એક એક પ્રદેશ ભિન્ન ભિન્ન રહીને જ્ઞાન કરતા નથી, સર્વ પ્રદેશ એકઠા મળીને જ જ્ઞાન કરે છે.
જાણકાર બે પ્રકારના હોય છેઃ એક જાગતે અને બીજે ઊંઘતે. જ્ઞાની એ જાગતો જાણકાર છે. બધા રસ્તાઓને જાણી