________________
: ૧૩૪ :
જ્ઞાન પ્રદીપ.
જગતમાં જ્ઞાનીઓનો આત્મા ઉન્નત હેાવાથી તેનો દરજ્જો પણ ઊંચા છે. સાચી સ ́પત્તિવાળો પણ તે જ કહેવાય છે. અતીન્દ્રિય જ્ઞાન અલ્પ હાય અને ઇન્દ્રિયજન્ય અધિક હોય તા પણ અતીન્દ્રિય જ્ઞાનવાળાને જ જનતા પૂજ્યબુદ્ધિથી પૂજે છે.
અતીન્દ્રિય જ્ઞાની જાણે છે તેટલુ અભ્રાન્ત સાચું કહી શકે છે, અને ઇન્દ્રિયજન્ય જ્ઞાનવાળો ભ્રાન્તિવાળું અસ પૂર્ણ અને સત્યમિશ્રિત જાણી શકે છે, કહી શકે છે; કારણ કે અતીન્દ્રિય જ્ઞાન થાતુ હોય તે પણ તે સ્વસ'પત્તિ છે અને ઇન્દ્રિયજન્ય પારકી સંપત્તિ છે. જેમ કેાઇ માણસ પાસે પેાતાની ઘેાડી પૂંજી હાય પણ કાર્યનું માથા પર દેવું ન હેાય તે તે માણસ સુખી, પ્રમાણિક, નિશ્ચિંત તથા કીર્તિશાળી હોય છે, પછી તે ભલે ઝુંપડામાં રહીને સાઢા ખારાક તથા કપડાથી નિર્વાહ કેમ ન કરતા હાય; પરંતુ પારકુ લાખાનુ દેવુ કરીને બંગલામાં મ્હાલતા હાય કે મોટરમાં કરતા હાય અથવા તેા હ ંમેશાં મિષ્ટાન્નાદિ સુભક્ષ્ય અને સુવસ્રાથી કેમ ન આનંદ કરતા હાય તે પણ નિશ્ચિત તથા પ્રમાણિક સ્વસ'પત્તિવાળા જેટલા પરમ સુખી થઈ શકતા નથી. જ્યાં સુધી પારકા પૈસા છે ત્યાં સુધી મેાજ માણે છે પણ જ્યારે પારકા પૈસા તણાઇ જાય છે ત્યારે ભીખ માગવી પડે છે અને ઘણી જ વિત્તિએ ભાગવવી પડે છે. સ્વસંપત્તિવાળાને જીવન પર્યંત આવા પ્રસંગ આવતા નથી, એવી જ રીતે પરાક્ષ ઈન્દ્રિયજન્ય જ્ઞાનવાળો ઇન્દ્રિયા કાયમ હોય ત્યાં સુધી બધુ જાણી શકે છે, પણ ઇન્દ્રિયાના અભાવ થયે જ્ઞાનશૂન્ય દશા ભાગવે છે. અને પ્રત્યક્ષ-અતીન્દ્રિય જ્ઞાનવાળાને તેમ હેતુ નથી; કારણ કે આંખ આદિ ઇન્દ્રિયાના અભાવમાં પણ પેાતાનું અતીન્દ્રિય જ્ઞાન હાવાથી પોતે સારી રીતે જાણી શકે,