________________
: ૧૩૦ :
જ્ઞાન પ્રદીપ મેલી ભીંત ઉપર કાઢેલાં ઘણાં સુંદર ચિત્રે જોનારના મનનું સારી રીતે આકર્ષણ કરે ખરાં પણ જલદી ભુંસાઈ જવાથી અને અંતરમાં મલિન પડ હોવાથી ભીંતને સુંદર બનાવી શક્તાં નથી; પણ સ્વચ્છ ભીંત ઉપર કાઢેલું ચિત્ર ભીંતના સૌંદર્યને પ્રગટ કરે છે. તેવી જ રીતે મલિન વનવાળાનાં જ્ઞાન, ધ્યાન, જપ, તપ, બીજાના મનનું આકર્ષણ કરે ખરાં, પણ આત્મવિકાસ કે આત્મશુદ્ધિ ન કરી શકે. અને પવિત્ર જીવનવાળાનાં જ્ઞાનાદિક આત્માને વિકાસમાં લાવી શકે છે.
માનવીના જીવનને માટે ભાગ બુદ્ધિની ઓછાશને લઈને કુસંસર્ગથી દુષ્કમાં વપરાઈ ગયો હોય તે નિરાશ ન થતાં શેષ જીવનને કુસંસગ અને દુષ્કૃત્યોથી બચાવીને સત્કૃત્ય દ્વારા આત્મવિકાસ કરવા વાપરે તે, ઈ નાખેલા માનવજીવનનું ફળ મેળવી શકે છે. અને સઘળાએ સંતાપ, દુઃખ અને ઉદ્દેગોને શમાવી દઈને આત્મશુદ્ધિદ્વારા પરમ શાંતિ મેળવી શકે છે. આ ઉપરાંત માનવજીવન સફળ બનાવી શકે છે.
*
જ્યાં સુધી શરીરના અવયવે કામ આપી શકતા હોય ત્યાં સુધી તે જ અવયનું કામ બીજાના અવયથી કરાવીને પિતાના હાથ, પગ આદિ અવયને શા માટે નિર્બળ બનાવી નિરુપયેગી બનાવવા જોઈએ?
જીવનના હેતુઓ જાળવવા વધારે કાળજી રાખવી.
જીવનમાં શાંતિ, સંતેષ, સમભાવ, સ્થિરતા અને શુદ્ધિ વધે તે વ્યવસાય કરે.
સાચા લાભનું અથાણું રાખવું.
d