________________
વિચારશ્રેણી.
: ૧૨૯ :
મેલાં-અપવિત્ર બનાવી નાખે પણ છે, તે પણ તેમણે હતાશ કે નિરાશ થવાની જરૂરત નથી અને વધારે ને વધારે જીવનને અપવિત્ર–મેલું બનાવી આત્મવિકાસ માટે નિરુપયેગી બનાવવાની તેમ જ આત્માને અનંતા જન્મ, જરા, મરણના અનંતા દુઃખના અંધકારમાં હડસેલી મૂકીને આત્મશત્રુ બનાવવાની લેશમાત્ર આવશ્યકતા નથી.
માનવજીવન મેંઘું છે, ઘણું જ મેંઘું છે, માનવી સિવાયના સંસારના સમગ્ર જીવના જીવનની કિંમત કરતાં માનવજીવનની કિંમત અનંતગણી વધારે છે અને એટલા માટે જ માનવ
જીવનમાં જીવનારા જીવેની સંખ્યા બીજા સંસારી જીવ કરતાં ઘણી જ ઓછી છે માટે જ માનવજીવનની પવિત્રતા જાળવી રાખવા અથવા તે કેઈક પ્રસંગે અજ્ઞાનતાથી અપવિત્ર બનેલાને વધારે અપવિત્ર થતું અટકાવીને પાછું પવિત્ર બનાવવાની અત્યંત આવશ્યકતા છે.
આત્મવિકાસ તથા આત્મશુદ્ધિનું અદ્વિતીય સાધનભૂત માનવજીવન, મલિન ભાવના તથા મલિન વ્યક્તિના સંસર્ગથી મેલું થઈ ગયું હોય તે તેને વધારે મલિન ન બનાવતા શુદ્ધ પરિણામ તથા શુદ્ધ વર્તનથી સ્વચ્છ બનાવીને દુર્લભ માનવજીવનની કિંમત આંકનાર ડાહ્યા માણસો આત્મશુદ્ધિ-વિકાસને સાધી લે છે.
શુદ્ધ ભાવથી મલિનતા દૂર થાય છે અને શુદ્ધ વર્તનથી આત્મા વધારે મલિન થતો અટકે છે.