________________
= ૧૨૮ :
જ્ઞાન પ્રદીપ. ~ ~~
~ ~~~~~~~ સંસારી, અ૫-જ્ઞઅજ્ઞાની જીવેને ભલે ન ગમે તે કાંઈ પણ પરવા રાખવી નહીં, પણ પ્રભુને તે આપણા આચારવિચાર અને ઉચ્ચાર ગમવા જ જોઈએ, કારણ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત જીવન, અનંત આનંદ અને અનંત સુખ પ્રભુ પાસેથી લેવાનાં છે. આ વસ્તુઓ પ્રભુ સિવાય અલ્પજ્ઞ-અજ્ઞાનીએ આપી શકતા નથી.
પ્રભુ સિવાય સંસારી જેમાંથી કેઈને પણ પિતાનું માની સાથે કરે નહીં અને જે સાથે કરવાની ઈચ્છા થાય અને જીવનને સાથી બનાવો હેય તે પ્રભુને ગમતો હોય તેને સાથ કરે, કે જેથી કરીને અપવિત્ર જીવન બનાવી પ્રભુની પ્રીતિ તેડીને પ્રભુના વિરોધી બનવાને પ્રસંગ ન આવે.
આત્મવિકાસ તથા આત્મશુદ્ધિ કરવા ઉચ્ચતર ભાવોની તેમજ ઉચ્ચતર પવિત્ર જીવન બનાવવાની અત્યંત આવશ્યકતા છે.
કેઈ પણ કારણને લઈને બાઘક્રિયા ઓછા પ્રમાણમાં થાય તે આત્મશુદ્ધિ વિકાસમાં કઈ પણ પ્રકારની અડચણ આવતી નથી પણ જીવન અને ભાવના તે ઉચ્ચતર અને પવિત્ર હોવાં જ જોઈએ.
શુભ કમની ખામીને લઈને માનવીઓનાં અમૂલ્ય અને પવિત્ર માનવજીવન મેલાં થવાને પ્રસંગ બને છે અને અશુભ કર્મની પ્રેરણાથી અપવિત્ર આત્માઓના સંસર્ગમાં જોડાઈને