________________
વિચારશ્રેણી
= ૧૫
આપે છે.
માનવજીવનમાં જીવવાના સિદ્ધાંત અને હેતુઓથી અણજાણ માનવજીવનમાં સાચી રીતે જીવી જાણતું નથી.
સંસારની મુસાફરીમાં નીકળેલાં આત્માઓને વિશ્રાતિ માટે મળેલી દેહરૂપી ધર્મશાળાઓને આશ્રય લે પડે છે. આ ધર્મશાળાઓ અમુક સમય માટે માત્ર વિશ્રાન્તિનું સ્થાન હોવાથી આત્માઓને એના ઉપર કઈ પણ પ્રકારને હક નથી, માટે મુસાફરી કરવા ત્યાંથી નીકળવું પડે તે બહુ જ રાજી થઈને તે સ્થાન છેડી દેવું. અને આગળ પ્રમાણમાં જે કઈ સ્થળ આવે ત્યાં શાંતિપૂર્વક નિર્વાહ કરી લેવો પણ કેઈપણ સ્થાનમાં લેશમાત્ર પણ મમતા કરવી નહિં. મુસાફરીના અંતે કેઈપણ આશ્રયસ્થળની જરૂરત પડવાની નથી અને વિશ્રાન્તિ લીધેલાં પહેલાનાં સ્થળો કાંઈ પણ કામ આવવાનાં નથી.
પરિમિત નિદ્રામાં માનસિક વિચારે ઉપરને કાબૂ છૂટી જવાથી શુભ ધ્યાન રહી શકતું નથી તે પછી અપરિમિત નિદ્રા(મૃત્યુ)ના સમયમાં વિચારે ઉપર કાબૂ રાખીને શુભ ધ્યાન કેવી રીતે રહી શકે? માટે પરિમિતી કે અપરિમિતી નિદ્રા વગરની જાગૃત અવસ્થામાં શુભ વિચાર, શુભ ભાવનાઓ અને શુભ શાનદ્વારા નિર્જરા અથવા તે પુન્ય ઉપાર્જન કરી લેવું જોઈએ.
સ્નેહની સીમા ઓળંગી ગયા પછી શાસ્ત્રના બંધન શિથિલ થાય છે, જેથી કરી સંસારની શેરીઓમાં કાંઈક વધારે