________________
: ૧૨૬ :
જ્ઞાન પ્રદીપ.
રઝળવું પડે છે, પરંતુ શું બની શકે? ઉદય આધીન આત્માને બધું કરવું પડે છે. મહદશા જ એવી છે !
ત
જ્ઞાનાવરણીયના પશમથી મેળવેલ બુદ્ધિ તથા જ્ઞાનને વૈષયિક સુખ મેળવવા વાપરનાર અજ્ઞાની અને દુર્બદ્ધિ કહી શકાય. એવા અજ્ઞાની છ પિતાનું અને પરનું અકલ્યાણ કરનાર હોય છે. તેમ જ સ્વપરના માનવજીવનને અધમ બનાવી આત્માનો અધઃપાત કરનાર હોવાથી પિતાની જાતના શત્રુ હોય છે, પરંતુ જેઓ બુદ્ધિ તથા જ્ઞાનનો ઉપયોગ આત્મવિકાસમાં કરનારા હોય છે તેઓ સત્પુરુષ કહેવાય છે અને એવા મહાપુરુષોના સત્સંગથી અનેક આત્માઓ પોતાનું કલ્યાણ સાધી શકે છે, માટે આવા પુરુષ કલ્યાણમિત્ર કહેવાય છે.
તપ, જપ, ધ્યાન, શાંતિ, સમતા, વૈરાગ્ય, આત્માથપણું વગેરે લેકોને દેખાડી તેમને ખુશી કરી પોતાનો ક્ષુદ્ર સ્વાર્થ સાધવા પુરતાં જ હોય તે આત્માનું અહિત કરી સંસાર વધારી માઠી ગતિઓમાં રઝળાવનારાં છે, કારણ કે તે મુદ્દગલાનંદીપણે કરવામાં આવતાં હોવાથી આત્મવિકાસનાં બાધક હોય છે, તેમ જ માયા તથા અસત્યના આશ્રિત હોવાથી આત્માનું અશ્રેય કરનારાં હોય છે; પણ તપ, જપ આદિનો આત્માનંદીપણે ઉપયોગ કરવામાં આવે તે આત્મવિકાસી બની કર્મોથી મુક્તિ મેળવી શકાય છે.
સત્ વસ્તુને ઓળખનારા અને તેની શ્રધ્ધા રાખનારા આત્માઓ જ સાચું બોલી શકે છે અને સાચી પ્રવૃત્તિ કરી શકે