________________
વિચારશ્રેણી.
: ૧૨૩ :
માનવીની પ્રવૃત્તિ ઉપર તેા અંકુશ મૂકી શકાય છે, પણ વૃત્તિ ઉપર અંકુશ મૂકી શકાતા નથી; !કારણ કે માનવી અમુક અનિવાય` કારણને લઈને પેાતાનું પ્રવૃત્તિમય જીવન વેચી શકે છે; પણ વૃત્તિમય જીવન વેચી શકતા નથી. કાઇ પણ અવસ્થામાં વૃત્તિમય જીવનના તે પાતે જ સ્વામી રહે છે અને એટલા માટે જ પ્રવૃત્તિમય જીવનને અન્ય સ્વામી હાવા છતાં પણ વૃત્તિમય જીવન પેાતાની અત્યંત પ્રિય વ્યક્તિને અર્પણ કરીને તેને પેાતાના વૃત્તિમય જીવનના સ્વામી અનાવી શકે છે.
વસ્તુને સાચી રીતે એળખ્યા સિવાય સાચુ' ખેલી શકાય નહીં. તેમજ સાચી પ્રવૃત્તિ થાય નહીં તેથી સાચી વસ્તુ મેળવી શકાય નહીં.
5
5
સારા વિચારા વિચારવાનું વ્યસન માનવજીવનની ઉત્તમતાને સફળ બનાવી શકે છે. ભલે વિચારે પ્રમાણે ન વર્તાય તે પણ આત્મશ્રેય કરવામાં અદ્વિતીય સહાયક થઇ શકે છે. જેમ ગાંજો, ભાંગ, તમાકુ, અફીણ, ચા વગેરે વસ્તુઓનુ વ્યસન પડી જવાથી તે વસ્તુઓ વગર ચાલતું નથી અને વારંવાર તેનું જ સ્મરણ થયા કરે છે, તેમજ સારા વિચારી વિચારવાનું વ્યસન પડી જવાથી સારા જ વિચાર આવ્યા કરે છે.
5
5
યુગલાન દીપણે અથવા તે વિષયાભિનંદીપણે કરવામાં આવતી ઇચ્છાઓ સફળ થાય અથવા તે નિષ્ફળ જાય, તા પણ આત્મા અપરાધી બનીને પૌદ્ગલિક વસ્તુઓ ન વાપરવા છતાં પણ તેના કડવાં ફળ અવશ્ય ચાખે છે.
5
5