________________
: ૧૨૨ :
જ્ઞાન પ્રદીપ.
જડ વસ્તુની ચાહનામાં જીવન વ્યતીત કરનાર આત્મસ્વરૂપ મેળવી શકતો નથી.
!
સર્વોત્તમ કિયાકુશળ માનવી મૃત્યુને જીતી શકે છે.
આનંદ શાશ્વતી વિશ્રાન્તિ છે માટે તેને મેળવવા પ્રયાસ કરવું જોઈએ.
જે પિતાના જીવનની કિંમત અને કદર કરી શક્તા નથી તે બીજાના જીવનની કિંમત અને કદર કેવી રીતે કરી શકશે ?
જીવવાને માટે ખાવાની જેટલી જરૂરત છે તેનાથી પણ અધિક જરૂરત સુખના માટે ધર્મ કરવાની છે.
જીવનની શરૂઆતથી જ સંબંધ ધરાવનાર અને જીવનું અસ્તિત્વ એાળખાવનાર એવા દેહને વિશ્વાસ ન રાખીને આત્મશ્રેય સાધવું જોઈએ, તે પછી દેહથી ભિન્ન ઇતર સંબંધીઓને વિશ્વાસ રાખીને કર્યો ડાહ્યો માણસ પિતાનું શ્રેય સાધવામાં આળસ કરે?
પરોપકાર અથવા પર ઉધ્ધારના બહાને સેવા કરવાને ડેળ કરીને અનિચ્છાએ પણ અશાંતિ ભેગવી પ્રસિદ્ધિમાં આવવાને પ્રયાસ કરવા કરતાં એકાન્તમાં રહીને શાંતિપૂર્વક પોતાના આત્માની જ સેવા બજાવી શ્રેય સાધવું તે શ્રેષ્ઠતર છે.