________________
વિચારણી.
: ૧૧ : આત્મામાંથી રાગદ્વેષને વીણી કાઢવાનું નામ ધર્મ છે, તે પછી રાગદ્વેષને રાખી વધારી ધમ માનવે તે અજ્ઞાનતા જ કહી શકાય.
ધન તથા જીવન પ્રભુને સમર્પણ કરનારને જીવવાની કે ધનની ચિંતા રાખવી પડતી નથી.
જગતમાત્રને પિતાનું સંબંધી માની સ્નેહ કરનારની સહુ કઈ સેવા કરવા ચહાય છે.
પર્યાયદષ્ટિમાં ખેદ છે અને ખુશી છે, દ્રવ્યદષ્ટિમાં સમભાવ છે માટે પર્યાયદષ્ટિ ન બનતાં દ્રવ્યદષ્ટિ બને.
તારણહાર અને પાલણહારના દાસ બનીને રાજી થવું તે તે ડહાપણભરેલું ખરું, પણ મારનાર અને ડુબાડનારના દાસ બનીને રાજી થવું તે કેવું ડહાપણ કહેવાય ?
R
સારે કહેવડાવવા પ્રયાસ કરનાર આત્માને ઠગીને પ્રભુની દષ્ટિમાં ગુનેગાર બને છે ત્યારે સારે બનવા પ્રયાસ કરનાર આત્મવિકાસી બની પ્રભુની પ્રશંસાનું પાત્ર બને છે.
દોષોને દાટી દેવા કરતાં બાળી દેવાં સારાં છે.
આત્માને ઠગીને દુનિયાની દ્રષ્ટિમાં મહાન બનનાર પામર પ્રાણી છે.