________________
જ્ઞાન પ્રદીપ જે સુખશાંતિમાં પરાધીનતા છે તે સાચી સુખશાંતિ જ નથી.
13
જેમ ફૂલને સુગંધી તથા સાકરને મીઠી બનાવવા બીજી વસ્તુની જરૂરત પડતી નથી તેમ આત્માને સુખી બનાવવા કઈ પણ વસ્તુની જરૂરત નથી.
મોટા બનવું હોય તો નાનાઓને આદરસત્કાર કરે. કારણ કે મોટા બનાવવું નાનાઓના હાથમાં છે.
દંભી માણસ વિશ્વાસઘાતી હોવાથી કેઈને પણ પ્રેમ મેળવી શકતા નથી. ચાહતાં શીખશે તે કલેશ કરમાઈ જશે.
પૌગલિક સુખમાં ટેવાઈ ગએલાને આત્મિક સુખ ગમતું
નથી.
પિતાને ઓળખ્યા સિવાય પરમાત્મા ઓળખાય નહિ અને પરમાત્માને ઓળખ્યા સિવાય પરમાત્મા બની શકાય નહિ.
યુગલના વિનાશ સિવાય આત્માને વિકાસ થઈ શક્ત. નથી.
- જેમ કાંટાથી કાંટે નીકળે છે તેમ પ્રશસ્ત રાગથી અપ્રશસ્ત, રાગ નીકળી જાય છે.