________________
ક ૧૧૪ :
જ્ઞાન પ્રદીપ.
ત્યાગમાં કેવળ વચનથી ત્યાગ તે એક પ્રકારનું અસત્ય છે, બીજાને ઠગવાને માટે કરાય છે. જેને ક્ષુદ્ર ત્યાગ સાધવો હોય છે તે વચનમાં ઘણા જ કેળવાએલા હોય છે. વચનથી ત્યાગ તે નામને જ ત્યાગ હોવાથી આત્માને કઈ પણ પ્રકારને લાભ મળી શકતો નથી.
કેવળ કાયાથી ત્યાગ બે પ્રકારના હોય છે: એકની પાસે એક વસ્તુ છે અને તેને ત્યાગ કરે છે અને બીજે વસ્તુ નથી અને ત્યાગ કરે છે. આ બન્ને પ્રકારના ત્યાગીમાં જેની પાસે વસ્તુ છે અને છોડે છે તે ઉત્તમ છે, કારણ કે મળેલા ભેગોને છોડવા તે કઠણ છે અને વસ્તુ નથી તેને છેડવું ઘણું જ સહેલું છે, કારણ કે જે વસ્તુ પાસે નથી અને મળવાની પણ આશા નથી તેને તે પ્રથમથી જ ત્યાગ જેવું છે, માટે તેને છતી વસ્તુ છોડનાર કરતાં નીચી કેટીને કહી શકાય.
કેવળ મનથી ત્યાગી, કેવળ કાયાથી ત્યાગી કરતાં ઊંચો છે, કારણ કે કેવળ કાયાથી છોડવું સહેલું છે પણ મનથી છોડવું દુર્લભ છે. કેવળ કાયાથી છેડનાર સંસારમાં ઘણું નીકળશે, પણ મનથી છોડનાર તે કેઈક જ નીકળશે. ભિખારીઓ તેમજ અન્ય ભાગ્યહીન પુરુષો વસ્તુ ન હોવાથી કેવળ કાયા ત્યાગી જેવા જ છે, પણ તેઓની મનોવૃત્તિમાં ત્યાગ ન હોવાથી તેઓ ત્યાગી કહેવાતા નથી.
મન, વચન અને કાયાથી છોડનાર સર્વોત્કૃષ્ટ ત્યાગી કહી શકાય છે. મન, વચન અને કાયાથી છેડનારા ત્યાગીઓ સંસારમાં ઘણું જ અલ્પ નીકળશે.