________________
: ૧૧૦ :
જ્ઞાન પ્રદીપ,
એવી પ્રતીતિ કરાવવા પ્રયત્ન કરે પડે છે અને તેમ કરતાં કેઈ વિન ઉપસ્થિત કરે તે આવેશપૂર્વક સેવવું પડે છે.
મૃત્યુથી ભયભીત ન બને. મૃત્યુ સંસારવાસીઓના સૌંદર્યને પ્રગટ કરે છે. મૃત્યુ એટલે વિકૃતિવિનાશ અને જન્મ એટલે પ્રકૃતિવિનાશ. મૃત્યુ વસ્તુની મૂળ અવસ્થા છે ત્યારે જમ વસ્તુની વિકૃત અવસ્થા છે. તમને મરવું ગમતું નથી, જીવવું ગમે છે; પણ તમે જાણે છે કે જીવન એટલે શું? જે જીવનને તમે ઈચ્છો છો તે તમને કેટલું ઉપયોગી છે? જો તમે જીવવાની ઈચ્છા રાખતા હો તે જીવનને અનાદર કરશે નહિં, જીવનથી કંટાળશો નહિં.
જન્મ આશ્રિત જીવન એટલે બનાવટી–વિકૃત જીવન અને પ્રકૃતિસ્વરૂપ–શુદ્ધ જીવન : આ બે પ્રકારના જીવનમાંથી તમને શુદ્ધ જીવનની ઈચ્છા છે કે અશુદ્ધ જીવનની ?
જે જીવનની ઉત્પત્તિ-જન્મ છે, આદિ છે તે શુદ્ધ જીવનમાં થયેલ વિકાર છે, માટે તે વિકૃત સ્વરૂપવાળું હોવાથી અશુદ્ધ જીવન છે. આ અશુદ્ધ જીવનમાં જીવવાને ઈચ્છનારને અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડે છે તથા ચિંતા, ભય, શેક અને નિરાશા પણ સહેવી પડે છે.
જેમ કેઈ માણસનું માથું દુઃખે કે પેટમાં ખૂબ ટૂંક