________________
mm
,
વિચારશ્રેણી.
: ૧૦૯ : ગૃહવાસથી જોડાય છે. એટલામાં માતાપિતાનો અંત આવી ગયે હોય છે, અથવા તે માતાપિતા પરલોક જવાની તૈયારીમાં હોય છે. પચીશ, ત્રીશ વર્ષની ભરયુવાનીમાં જીવ સુસંસ્કાર તથા કુસંસ્કાર, સત્સંગ અથવા તે કુસંગ જેવા જેવા પ્રસંગમાં હોય છે તે તે દિશામાં પ્રયાણ કરે છે. ચાલીશ, પીસ્તાલીશ અને પચાશ થયાં કે યુવાનીનું જોર નરમ પડી જાય છે, અને ઘણું પુત્ર, પૌત્રનો સ્વામી હોવાથી ચિંતિત જીવન ગાળે છે. આ સઘળી અવસ્થાઓ વ્યતીત થયા પછી છેવટે શું થાય છે તે તપાસે. વિચાર કર્યો છે કે શું થાય છે? મેત આવીને બધું એ ઝુંટવી લઈને આ નશ્વર દેહમાંથી કાઢી મૂકે છે.
માનવજાતમાં પ્રભુતા મેળવવાની ઈચ્છાથી પ્રયત્ન કરનારાઓની સંખ્યા વધુ પ્રમાણમાં દેખાય છે. દેખીતી રીતે કઈ પણ પ્રકારની સ્વાર્થવૃત્તિ ન હોવા છતાં અને પરોપકારનું રૂપ આપવા છતાં પણ તેમની પ્રવૃત્તિમાં પ્રભુતાની છાયા રહેલી હોય છે, અને તેમનાથી થતી ભૂલો સુધરાવવાના પ્રસંગે બહાર તરી આવે છે. આત્મનિષ્ઠ સાચી પ્રભુતા પ્રગટ કરવાના ઈરાદાથી પ્રભુ શ્રી મહાવીરના પગલે ચાલનારાઓની મનાવૃત્તિમાં આગ્રહનો અંશ હોતું નથી, પણ અલ્પ પાસેથી પ્રભુતા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓની મનોવૃત્તિ આગ્રહબુદ્ધિને આધીન રહેલી હોય છે અને તેમની દરેક પ્રવૃત્તિમાં આગ્રહને અગ્રસ્થાન આપવામાં આવે છે, કારણ કે હું કરું છું અથવા કહું છું તે સાચું છે, પછી તે ભૂલભરેલું કેમ ન હોય? પરંતુ જેમના પાસેથી પ્રભુતા મેળવવાની હોય છે તેમના અંતઃકરણમાં પિતાનામાં રહેલી પ્રભુતાની ગ્યતા કસાવવા બીજા ભૂલે છે પણ હું ભૂલતા નથી