________________
: ૧૦૮ :
જ્ઞાન પ્રદીપ.
છે. નવા નવા જીવ સાથે વિશેષે કરીને થાય છે.
શ્રીમંત ઘરમાં અવતર્યો. ઘરના સઘળાને આનંદ થયો. વધાઈઓ આવવા લાગી. વાજા વાગવા માંડ્યાં. જન્મ મહોત્સવ સારી રીતે થયે. એક માણસ સંસારમાં અવતર્યો. ઘરની સ્થિતિ પ્રમાણે ઉછરીને મેટો થયો. સ્તનપાન છોડીને ખેરાક લેવા લાગ્યા. દાસ-દાસીઓની સેવાચાકરીને સ્વાદ ખૂબ ચાખે. પિતાની ઈચ્છા અનુસાર રમવાનાં તથા ખાવાપીવાનાં સાધને મેં-માંગ્યાં મેળવ્યાં. વસ્ત્રાભૂષણ તેમજ અન્યાન્ય શારીરિક સુખનાં સાધનો ચ૭ પ્રાપ્ત કર્યા. નિશ્ચિતતાથી રમતગમતમાં બાલ્યાવસ્થા
વ્યતીત કરી. કાંઈક સમજણ આવી ને નિશાળગરણું થયું. ભણવા માંડયું એટલામાં તે મેતે આવી ઊંચકીને ફેંકી દીધો. મનની મનમાં રહી ગઈ
જમ્યા પછી સરકાર
જમ્યા પછી જીવ માત્રને જીવવાની તૃષ્ણા ઘણી હોય છે. બાલ્યાવસ્થામાં માનું સ્તનપાન કરીને જીવવાનો હેતુ પાર પાડે છે, એટલે જીવને બાલ્યાવસ્થામાં જીવનના સાધને મેળવવાની ચિંતા હતી નથી. સ્તનપાન છોડ્યા પછી મુખ્યપણે પિતા અને ગૌણપણે માતા જીવાડવાની ચિંતાવાળા હોય છે એટલે સ્તનપાન છોડ્યા પછીની અવસ્થામાં પણ જીવવા પ્રયત્ન કરવાની જરૂરત હોતી નથી. ત્યારપછી વિદ્યાથીની અવસ્થામાં પણ નિશ્ચિતતા જ હોય છે. એટલામાં તે આયુષ્યને ચેથે ભાગ વ્યતીત થઈ જાય છે.
ભણ્યા પછી અથવા તે ભણતા હોય તે દરમ્યાન પરણીને