________________
વિચારણું.
૧૦૭:
સરખો ય હેતું નથી. જમ્યા પછી જેને ત્યાં જન્મ્યા હોય એ છે તેની સંપત્તિને હકદાર થઈ જાય છે. રાજાને ત્યાં જન્મ્યો હોય તે રાજ્યને, શ્રીમંતને ત્યાં જન્મ્યા હોય તે ધનસંપત્તિને, કંગાલ ભિખારીને ત્યાં જ હોય તો ભીખ માંગવાના ઠીકરાનો અને નાનકડા ઝુંપડાને. જન્મતી વખતે સઘળા મનુષ્યની અવસ્થા એક સરખી હોય છે પણ પછીથી રાજા, શ્રીમંત કે ભિખારી થવું તે સઘળાના જુદા જુદા પ્રારબ્ધ ઉપર આધાર રાખે છે. શ્રીમંતને ત્યાં જન્મેલો ભિખારી થઈ શકે છે અને ભિખારીને ત્યાં જન્મેલે શ્રીમંત કે રાજા થઈ શકે છે અથવા તે જન્મદાતાની વિદ્યમાન સ્થિતિમાં જીવન ગાળે છે. તાત્પર્ય કે જીવ પોતાની સાથે આવેલા પ્રારબ્ધ અનુસાર સંપત્તિ તથા વિપત્તિને મેળવે છે.
જીવ જમ્યા પછી પુન્યસંગે મળેલી સંપત્તિને પોતાની ધારીને મમતા ધારણ કરે છે અને અજ્ઞાનતાથી એમ પણ માની લે છે કે જાણે આ બધું સાથે જ લાવ્યા હોય ! અને તેથી કરીને જ તેના રક્ષણ માટે તથા તેને વધારવા માટે વીસે કલાક ચિંતાવાળા રહે છે. સંપત્તિમાં વધારે થાય છે તે ખુશી થાય છે અને ઓછી થાય તે શેક કરે છે. અનેક મનુષ્ય સાથે કલેશ, કંકાસ, વૈર, વિરોધ, માયા–પ્રપંચ પણ સંપત્તિ વધારવાના તથા રક્ષણ કરવાના હેતુથી કરે છે.
જીવનને સંપત્તિ અને સગપણુ દરેક જન્મમાં નવેસરથી કરવા પડે છે. સગપણ જુદા જુદા છ સાથે જુદા જુદા રૂપમાં થાય છે. પૂર્વજન્મના સગપણવાળા સાથે પણ સંબંધ થાય.