________________
.: ૧૦૨ :
જ્ઞાન પ્રદીપ.
ઘટતી નથી.
જ્યારે કોઈ મનુષ્ય બીજા મનુષ્યના વિચારથી જુદા પડે, અથવા તે તેના કથનને અનુસરે નહીં ત્યારે તે ન માનનાર અને વિચારભેદ રાખનારના પ્રત્યે અપ્રીતિ રાખે છે, અને તે પુષ્પ માનનીય વિચારશીલ સજજન હોવા છતાં તેનું અપમાન કરે છે અને પોતે માને છે કે મેં અમુકનું અપમાન કર્યું, પણ આ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી સજજન વિચારશીલ પુરુષ હલકે પડતો નથી પણ તે હલકે પાડવા પ્રયત્ન કરનાર પતે જ હલકે પડે છે.
લાભ મળે યા ન મળે, શ્રીમંત થવાય યા ન થવાય, પણ નીતિ જાળવીને વ્યવસાય કરે ઉચિત છે. નિરંતર ન્યાયને સમુખ રાખીને જ હરેક પ્રકારના વ્યાપારમાં પ્રવૃત્તિ કરવી, જોઈએ. અન્યાય અને અધર્મથી કરેડની સંપત્તિ ભેગી કરીને માલમિષ્ટાન્ન ઉડાવનારા, બાગ-બંગલાઓને ઉપભોગ કરનાર અને મેટમાં ફરનારા ભલે પિતાને શ્રીમંત અને સુખી માને, પરંતુ વાસ્તવિકમાં તેઓ કંગાલ તથા દુઃખી છે; કારણ કે તેમનું ભાવી જ કંગાલ તથા દુઃખી ઘડાય છે.
ન્યાયધર્મથી થોડુંક પણ ધન મેળવનાર ભલે સાદે ખેરાક ખાતે હાય, સાધારણ મકાનમાં રહેતો હોય, તથા બાગ, બંગલા અને મેટરના સાધન વગરને હોય તે પણ તે શ્રીમંત છે–સુખી. છે. તેનું ભાવી જ શ્રીમંતાઈનું ને સુખીપણનું ઘડાય છે.