________________
વિચારશ્રેણી.
: ૧૦૧ :
કંઈ અંતર છે?
ક
જેમ જેમ પ્રાણીઓનું ભાગ્ય પલટાય છે તેમ તેમ સાચી અને ઉત્તમ વસ્તુઓ લુપ્ત થતી જાય છે. જ્યારે જીવે ભાગ્યશાલી હતા ત્યારે સાચું ઝવેરાત પુષ્કળ હતું તેમજ તેમના આત્મશ્રેય માટે લબ્ધિધારીઓ તેમજ કેવળજ્ઞાની સુધીના ઉત્તમ પુરુષો વિદ્યમાન હતા. અત્યારે ભાગ્ય ફરવાથી સાચી વસ્તુઓને અભાવ થઈ ગયો છે ને ઈમીટેશન વધી પડયું છે. પૂર્વ પુરુ જેવા જ્ઞાની અને ઉત્તમ મહાત્માઓને પણ અભાવ થઈ ગયો છે.
ના ભાગ્યનું ફળ આપવાને કાળ, સારી વસ્તુ તથા ઉત્તમ પુરુષને જીના સહવાસથી દૂર કરે છે, જેથી કરીને છે પિતાના દુષ્ટ કૃત્યનું ફળ ભોગવવા સન્મુખ થાય છે.
કઈ વ્યક્તિ પૂર્વ કાળના મહાત્મા જેવો ડોળ ભલે કરે અને જનતાને ભ્રમિત કરી પિતાને શુદ્ર સ્વાર્થ ભલે સાધે તેથી કરી તે કાંઈ સ્વપરનું ઐહિક કે આમુમિક શ્રેય કરી શકતો નથી.
- જો તું માનનું પાત્ર છે, માન ગ્રહણ કરવાને અધિકારી છે, છતાં ય ઈતર મનુષ્ય મિથ્યા અભિમાનથી જાણીને અથવા અજાણપણે તારું માન ન જાળવે-અપમાન કરે તે તારે ખેદ કરવાની કે કોધ કરવાની જરૂર નથી; કારણ કે તારું અપમાન કરવાથી કાંઈ તારું અપમાન થતું નથી, પણ તારું અપમાન કરનારનું જ અપમાન થાય છે. કિમતી હીરાની કિંમત આંકી ઉચિત ન જાળવનારની જ કિંમત ઘટે છે, પણ હીરાની કિંમત