________________
= ૧૦૦ :
જ્ઞાન પ્રદીપ. જેણે કષાય, વિષય છોડ્યા નથી, મમતાને ત્યાગ કર્યો નથી, તેણે શું ત્યાખ્યું છે? આહાર, વસ્ત્ર, પાત્ર. મકાન આદિ ભોગપભોગની વસ્તુઓમાં કઈ વસ્તુઓથી તે મુકાયા છે? બહારની વસ્તુઓના ત્યાગી તે મનુષ્ય માત્ર છે. શરીર પર બે વસ્ત્ર અને ઘણું રાખો તે બે ચાર હજારના દાગીના સિવાય બીજું કાંઈ પણ નથી હોતું. બાગ, બંગલા, ધન અને વાહન વગેરે બીજી સંપત્તિ જ્યાં જાય ત્યાં સાથે લઈને ફરતા નથી.
જેની પાસે બીજી સંપત્તિ હોતી નથી તેને તે કુદરતે જ ત્યાગી બનાવેલ હોય છે, પણ મને વૃત્તિમાં મમત્વની અધિકતા હેવાથી ત્યાગીનું ફળ મેળવી શકતા નથી, પરંતુ સાથે લઈને ફરતા નથી તેમજ ભેગી કરેલી સઘળી સંપત્તિ કામમાં આવતી નથી. એવા સંપત્તિવાળા તે સંપત્તિના મારાપણાથી મનવૃત્તિ બંધાયેલી હોવાથી કષાય તથા વિષયોથી ઘેરાયેલા જ રહે છે. અને જેની પાસે સંપત્તિ હતી નથી તે સંપત્તિને પિતાની બનાવવા વિષયાધીન મનવૃત્તિને તદાકાર બનાવી રાખે છે માટે સંપત્તિવાળો અને સંપત્તિહીન બહારની સંપત્તિને ત્યાગી દેવા છતાં ત્યાગનું ફળ ન મેળવતાં ભોગવ્યા વગર પણ ભોગનું ફળ મેળવે છે.
એક તે પાસે સંપત્તિ હોવા છતાં તેને છોડીને વર્ષે સુધી પરદેશમાં વસનારે અને એકની પાસે સંપત્તિ નથી છતાં સંપત્તિને મેળવવા નિરંતર પ્રયત્નવાળો અને એક સંપત્તિ ન રાખવાની અને ન ભોગવવાની પ્રતિજ્ઞા કરીને તે સંપત્તિને આડકતરી રીતે રાખી તેને ભોગવવા ઈચ્છનારે આ ત્રણે જણમાં