________________
વિચારશ્રેણી.
: ૧૦૩ :
માન મળે યા ન મળો, કોઈ આદરસત્કાર કરે ત્યા ન કરે, જગતમાં પૂજાનું પાત્ર બને યા ન બને પણ કેવળ આત્માના કલ્યાણ માટે જ સંસારથી પરામુખ થઈને પાંચે ઇંદ્રિયેના વિષને અને સર્વ પ્રકારના બહારના તથા અંદરના સંગોને મળની જેમ ત્યાગ કરનાર વિરક્ત આત્મા નિરંતર સાચું અને સારું કરવા જ પ્રયત્ન કરે છે, પોતાના અધિકારની મર્યાદા ઓળંગતો નથી.
અધિકારની મર્યાદાને મરડીને, ઉદ્દેશની દિશાથી પરાડમુખ થઈને અને સર્વત્યાગના સાચા તથા સારા માગને પીઠ દઈને ભલે માન–પ્રતિષ્ઠા મેળવે યા જગતમાં આદરસત્કારનું પાત્ર બનીને પૂજાઓ, મેટા કહેવાઓ યા સારાં વસ્ત્ર, પાત્ર તથા ખાનપાન મેળે પરંતુ તે જ્ઞાનીની દષ્ટિએ હલકામાં હલકે અને કંગાલમાં કંગાલ છે, જગતને સ્વામી નહીં પણ દાસ છે કાન તથા જીભને સેવક છે.
કાન તથા જીભના ગુલામ મહાપુરુષ પદના અધિકારી છે. પૈસાના અભાવે બનેલા દીન-કંગાલે કરતાં પણ હલકા દરજજાના છે. ત્યાગીઓની પંક્તિમાં તેમના માટે સ્થાન જ નથી.
પિતાનું અહિત કરીને પણ બીજાને સારું લગાડનાર તથા વાચિક પ્રવૃત્તિ કરનાર ક્ષુદ્ર સ્વાર્થના સમુદ્રમાં ડૂબેલે હોય છે અને તે અધમ કેટીમાં ગણાય છે.