________________
દિવાળી. આ લેકોત્તર પર્વ આત્માને લોકિક-પૌગલિક અને તે પણ દુઃખને જ માની લીધેલા સુખેથી છોડાવીને લકત્તરઆત્મિક-સાચું સુખ પ્રાપ્ત કરવાના હેતુથી ઉજવવામાં આવે છે, અર્થાત્ કેવળ પુન્યબંધના ઉદ્દેશથી જ ઉજવાયેલાં પર્વ તે લૌકિક પર્વ, અને પુન્ય તથા નિર્જરા અથવા તે કેવળ નિરાના હેતુથી ઉજવાયેલાં પર્વ તે લેકેત્તર પર્વ અથવા તે સાચા લોકોત્તર પુરુષને આશ્રયીને પ્રવૃત્તિમાં આવેલાં પર્વ તે લકત્તર પવન અને લોકિક પુરુષોને આશ્રયીને પ્રવૃત્તિમાં આવેલાં પર્વ તે લૌકિક પર્વ.
દિવાળી પર્વ લૌકિક માર્ગમાં પણ ઉજવાય છે અને લોકોને ત્તર ભાગમાં પણ ઉજવાય છે. આ પર્વ ઉજવવામાં કેટલીક બાહા પ્રવૃત્તિ એક સરખી જણાવા છતાં બંનેને ઉદ્દેશ તો ભિન્ન જ છે. લૌકિક માર્ગમાં શ્રી રામચંદ્રજી રાવણ ઉપર વિજય મેળવી સીતાજીને પાછી લાવ્યા તેની ખુશાલીમાં જનપદવાસીઓએ દીપક પ્રગટાવી ઉત્સાહ મનાવ્યો ત્યારે લોકોને ત્તર ભાગમાં પ્રભુશ્રી મહાવીર નિર્વાણ પામવાથી ભવ્ય સંસાર ઘણે જ શોકગ્રસ્ત થયા, અને એ સમયે પોતાના કાર્ય માટે ભેગા થયેલા કાશી, કેશલ દેશના નવ મલ્લઈ અને નવ લિચ્છવી જાતિના અઢાર ગણ રાજાઓએ આહાર-પૌષધ કરી ઉદાસીભાવે ભાવ પ્રકાશ અસ્ત થવાના સૂચનરૂપ દીપક પ્રગટાવી દ્રવ્ય ઉદ્યોત કર્યો ત્યારથી કારતક વદ અમાવાસ્યાનો દિવસ દિવાળી પર્વ તરિકે પ્રસિદ્ધિમાં આવ્યું.
આ પ્રમાણે લૌકિક તથા લોકોત્તર માર્ગમાં હર્ષથી તથા શોકથી દિવાળી પર્વ ઉજવવાની પ્રથા ચાલી આવે છે. આ પર્વ સર્વસાધારણ હોવાથી તેમજ લૌકિક જનસમૂહ બહોળા