________________
૭૦
જીરૂ
လထထထထထထထ
૧૦૦૦૦૧
““ | દિવાળી.
S૦૦૦૦૦૦૦૦૦૦૦
છેoooooooooooooooooooo (૧૨) રૂ oooooooooooooooooooocê
જન સમાજમાં પર્વોની પ્રવૃત્તિ કાંઈ ને કાંઈ હેતુસર જ થયેલી છે અને તે પર્વો લૌકિક અને લોકેત્તર એમ બે પ્રકારે પ્રસિદ્ધિમાં આવેલાં છે. પર્વ એ નામમાં તે કાંઈ ફરક નથી, પરંતુ પર્વને ઉજવવાના પરિણામ અને પ્રવૃત્તિની ભિન્ન તાના અંગે જ પૂર્વોક્ત બે પ્રકારમાં વહેંચાઈ ગયા છે. લૌકિક પર્વેની ઉજવણીમાં મુખ્યત્વે કરીને ઈતર દિવસો કરતાં વધુ મેહ પેદા કરનાર, ચિત્તાકર્ષક અને મનોરંજક પાંચે ઇદ્રિને પ્રિય એવા પૌગલિક પદાર્થોને ઉપભેગ કરવામાં આવે છે. કદાચ કઈ સમજીને ધમબુદ્ધિથી એ પર્વ ઉજવે તે પણ તે નિજેરાના ઉદ્દેશથી તે નહિં જ, પણ પૂન્ય બંધાશે અને તેથી આ લેક તેમ જ પરલોકમાં સુખી થઈશું, ધન-સંપત્તિ, પુત્ર-કલત્ર આદિ ઐશ્વર્યતા મળશે એવી ભાવનાથી ઉજવે છે. ત્યારે લોકેત્તર પર્વોની ઉજવણીમાં મુખ્યત્વે કરીને ઈદ્રિયપષક પગલિક પદાર્થોને ત્યાગ કરવામાં આવે છે, વ્રત, જપ, તપ, નિયમ આદરવામાં આવે છે, નિર્જરાના ઉદ્દેશથી દરેક પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે.