________________
Wvvvvv / **
wwwww/vv/
/vv
મૃત્યુ એટલે? મુક્તિઃ પરમ સુખ. : ૯૩ : રીતે ક્રિયામાત્રમાં નૂતન ક્રિયાની શરૂઆતમાં પૂર્વોત્પન્ન દુઃખ, ધ્વંસ અને નૂતન દુઃખની ઉત્પત્તિ થાય છે.
ઘડીઆળને ચાવી આપીએ ત્યારે તેની કમાન સંકેચાઈ જાય છે, તે સંકેચાએલી કમાનને એકેક આંટો ઊકલતે જાય છે તે મૃત્યુ છે. સંપૂર્ણ આંટે ઊકલી જવાથી ઘડીઆળ સ્થિર થઈ જાય છે, તે તેની પરમ શાંતાવસ્થા છે. ફરીને ચાવી આપવી તે પુનર્જન્મ છે.
મૃત્યુની ઓથમાં વિશુદ્ધિ છે. જન્મ અશુદ્ધિ ઉત્પાદક અને મૃત્યુ વિશુદ્ધિનું ઉત્પાદક છે. જન્મથી શુદ્ધ વસ્તુ અશુદ્ધ થઈ જાય છે. અન્ય વિજાતીય વસ્તુના મિશ્રણ સિવાય જન્મ થત નથી, અને વિજાતીય વસ્તુનું મિશ્રણ તે જ અશુદ્ધિ. મિશ્રણને પૃથફભાવ તે મૃત્યુ, પૃથભાવ તે જ શુદ્ધિ. મૃત્યુ સિવાય શુદ્ધિ નથી. મૃત્યુની સીમા તે મુકિત. જે મૃત્યુને પુનમૃત્યુની. આવશ્યકતા નથી તે જ મૃત્યુની સીમા: તે જ મુક્તિ.