________________
જ્ઞાન પ્રદીપ.
જન્મ પામવારૂપ મૃત્યુ અતિ ઉત્તમ છે. એવા મૃત્યુની હંમેશાં ચાહના રાખવી જોઈએ. ફરીને જન્મ આપનાર મૃત્યુ હલકું છે, છતાં ઉત્તમ મૃત્યુનું સાધન હોવાથી તેનાથી ભય ન રાખતાં ઉત્તમ મૃત્યુ મેળવવા હંમેશાં ખુશીથી તેને સહયોગ આપવો જોઈએ. દુઃખથી રીબાતા માનવીઓ મૃત્યુ માગે છે, મૃત્યુ થવાથી દુઃખમુક્ત થવાય છે, એ માન્યતા અમુક અંશે સાચી છે, પણ તે અપુનર્જન્મા મૃત્યુ હોવું જોઈએ. પુનર્જન્મા મૃત્યુથી તાત્કાલિક દુઃખનો ધ્વંસ થાય છે, પણ નૂતન જન્મથી નૂતન દુઃખને જન્મ થાય છે. મૃત્યુ એટલે અનંત દુઃખોની ભાવશૂન્યતા અથવા તે સંપૂર્ણ દુઃખની વિસ્મૃતાવસ્થા. અપુનર્જન્મા મૃત્યુમાં સમગ્ર દુઃખની સંપૂર્ણ વિસ્મૃતિ, અશેષ દુઃખનું સંપૂર્ણ વિસ્મરણ તે જ પરમ શાંતાવસ્થા છે, અવિચળ નીરની જેમ શુદ્ધાવસ્થા છે. કિયામાત્ર દુઃખ-વંસ માટે કરાય છે, પણ તે વિસદશ કિયાઓ વિસદશ દુઃખને ઉત્પન્ન કરે છે. પૂર્વ દુઃખની તીવ્રતા અપર કિયાથી નષ્ટ થાય છે, અને અપર કિયાથી નૂતન દુઃખ ઉત્પન્ન થાય છે. પ્રારંભે મંદ હેવાથી સુખરૂપે અનુભવાય છે, પણ પ્રત્યેક પળે દુઃખની વૃદ્ધિ થતી હોવાથી તેના વંસ માટે અપર કિયા કરવી પડે છે. જેમકે આપણે ચાલતા હોઈએ ત્યારે આપણને જે પરિશ્રમથી વેદના થાય છે તેને નષ્ટ કરવાને આપણે બેસી જઈએ છીએ. બેસવાથી ચાલવાને પરિશ્રમ મટે છે, પણ બેસવાથી અન્ય વેદના ઉત્પન્ન થાય છે, શરીર અકડાઈ જાય છે તે મટાડવાને સૂઈ જઈએ છીએ પણ અમુક વખત સૂતા પછી વાસાં દુખવા આવી જાય છે, એટલે પાછા બેસી જઈએ છીએ. પુનઃ તે જ વેદના થાય છે, એટલે પાછા આમતેમ આંટા મારીએ છીએ. આવી જ