________________
મૃત્યુ એટલે? મુકિત : પરમ સુખ.
: ૯૧ :
પ્રગટે છે. માટીનાં વાસણો, પૂતળાં. નળીઓ, ઇ વિગેરે માટીનાં વિકારે છે. માટીમાં મૂળ સ્વરૂપને વિનાશ છે. જ્યારે વાસણોનો વિનાશ થાય છે, મૃત્યુ થાય છે ત્યારે મારી મૂળ સ્વરૂપમાં આવી જાય છે. સેનાની લગડી તે મૂળ વસ્તુ છે અને તેના કંકણ, કુંડલ કે કડાં બનાવવાં એટલે સેનામાંથી ઘરેણાં ને જન્મ લે તે વિકૃતિ છે. પાછાં તે જ કંકણ, કડાં આદિ ઘરેણને વિનાશ-મૃત્યુ તે સુવર્ણની શુદ્ધ અવસ્થા છે. મૂળ સ્વરૂપ છે. “પ્રકૃતિને વિનાશ તે જન્મ અને વિકૃતિને વિનાશ તે મૃત્યુ અર્થાત્ જન્મ તે વિકૃતિ અને મૃત્યુ તે પ્રકૃતિ. જન્મ અનેક રૂપે થાય છે, પણ મૃત્યુ એક જ રૂપે થાય છે. જ્ઞાનની ખામીને લઈને વિકૃત અવસ્થામાં રાજી થાય છે અને પ્રકૃત અવસ્થામાં શોક કરે છે. જન્મ જે અત્યંત હિતકર અને અશ્રેય કરનાર છે તેને હિતકર તથા શ્રેયસ્કર માને છે અને મૃત્યુ જે હિતકર તેમજ શ્રેયસ્કર છે તેને અહિતકર તથા અશ્રેયસ્કર માને છે. જન્મથી નિર્ભય રહેવું અને મૃત્યુથી હીવું એ અનાદિ કાળથી અને સ્વભાવ પડી ગયું છે. જન્મ છે તેનું મૃત્યુ પણ અવશ્ય છે જ. જન્મના અભાવથી મૃત્યુને અભાવ થાય છે, માટે મૃત્યુને ભય ટાળવું હોય તે જન્મનું મૂળ નષ્ટ કરવું જોઈએ. મૃત્યુથી ન હતાં ફરીને મૃત્યુ ન આવે તેવો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કમની નિર્જર કરવીકમરૂપે વિકૃત થએલા જડના-પુગલના સ્કંધનું આત્મપ્રદેશ થી છૂટા પડી જવું. મૃત્યુથી આત્મા શુદ્ધ થાય છે. આત્મા વિકૃત સ્વરૂપમાંથી બદલાઈને પ્રકૃત–મૂળ સ્વરૂપમાં આવી જાય છે. ફરીને જન્મ ધારણ કરવાવાળું મૃત્યુ અને ફરીને ન જન્મ પામવારૂપ મૃત્યુ : આ પ્રમાણે બે પ્રકારના મૃત્યુમાંથી ફરી ન