________________
Gજ
મૃત્યુ એટલે? મુક્તિ: પરમ સુખ. 6
see
દooooooooooooooooooo (૧૧) toooooooooooooo
આપણે મૃત્યુને શા માટે ભય રાખવું જોઈએ ? જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ મૃત્યુ છે, અને તે આત્માને માટે તે અત્યંત ઉપયોગી છે. વિકૃતિનું વિનાશક મૃત્યુ છે. જગતમાં જીવતે શત્રુ જન્મ છે પણ મૃત્યુ નથી. જન્મ ધારણ કરતી વખતે અત્યંત દિલગીર થવું જોઈએ. જન્મ થવાથી ઘણું ઘણું નુકસાન થાય છે. વસ્તુને વિનાશ જન્મ થવાથી જ થાય છે. જન્મ એટલે શુદ્ધ વસ્તુમાં વિકૃતિ, શુદ્ધ વસ્તુને વિનાશ અને મૃત્યુ એટલે મૂળ અવસ્થાને પ્રાપ્ત થવું–વસ્તુની શુદ્ધ અવસ્થા પ્રગટ થવી. એક મોટું જળાશય હોય તેમાં પરપોટા પ્રગટ થાય છે તે એક પ્રકારને જન્મ છે, તે પાણીને વિકૃત અવસ્થામાં ઉત્પન્ન કરે છે અને તેનું મૃત્યુ થાય છે, પરપોટો ફૂટી જાય છે તે પાણીની શુધ્ધ અવસ્થા છે. એક વૃક્ષનું બીજ હોય તેને સંગ મળવાથી ઊગે છે એટલે વૃક્ષને જન્મ થાય છે, તે એક પ્રકારની બીજમાં વિકૃતિ થાય છે. બીજને વિનાશ થાય છે અને જ્યારે વૃક્ષનું મૃત્યુ થાય છે ત્યારે પાછું બીજરૂપે