________________
ના આરિઓરિસાના વાવટી પ્રકા નથી. સાચી
: ૮૮ :
જ્ઞાન પ્રદીપ, પણ કરી શક્યું નથી. એક તે સાચો પ્રકાશ કે જે સૂર્યને ધર્મ–સ્વભાવ છે અને સૂર્યમાં રહે છે તે, અને બીજે બેટ પ્રકાશ તે ક્ષણિક પ્રકાશ. આરિસા ઉપર સૂર્યનું પ્રતિબિંબ પડ્યા પછી તે આરિસાને પડછાયે અંધકારવાળા સ્થળમાં પડે છે તે આ આરિસાને પડછાયારૂપ પ્રકાશ આયને ખસી જવાથી કે ભાંગી જવાથી નષ્ટ થઈ જાય છે. આરિએ પાછો તે સ્થળે આવવાથી પાછો પ્રકાશ પ્રગટ થઈને અંધકારમાં રહેલી વસ્તુઓને ઓળખાવે છે. આરિએ ભાંગી ગયા હોય અને બીજે રિસે સૂર્યના સામે રાખી તેનું પ્રતિબિંબ ન પાડવામાં આવે તે આરિસાના પડછાયારૂપ પ્રકાશનો સર્વથા નાશ થઈ જાય છે. આ પ્રમાણે બનાવટી પ્રકાશનો નાશ થવાથી સૂર્યમાં રહેલા સાચા પ્રકાશનો નાશ થતો નથી. સાચા જીવનની અને બનાવટી ક્ષણિક જીવનની પણ વ્યવસ્થા આવી જ રીતે છે. સાચું જીવન તે જીવને સ્વભાવ અને ખોટું જીવન તે આયુષ્યકર્મરૂપ આરિસા ઉપર જીવનું પ્રતિબિંબ પડી દેહમાં પડછાયારૂપે જણાય છે તે. આયુષ્યરૂપી આરિસે ખસી જવાથી જીવમાં રહેલા જીવનના પ્રકાશના પ્રતિબિંબને પડછાયે દેહ જેવા અંધકારવાળા સ્થળમાં પડતું નથી એટલે આપણે એમ કહી દઈએ છીએ કે આ મરી ગયા છે. મરણ વસ્તુ પણ જીવના જીવનનું આયુષ્યકમ ઉપર પ્રતિબિંબ પડીને જે પડછા પડે છે તે ન પડવાનું નામ જ છે. આ પ્રમાણે આયુષ્યકમ સર્વથા નષ્ટ થઈ ગયા પછી ખોટું જીવન નષ્ટ થવાથી સાચું જીવન નાશ પામતું નથી.
અણુજાણ જ સાચા તથા ખોટા જીવનના સ્વરૂપને ન ઓળખતા હોવાથી દેહના સંગરૂપ ખોટા જીવનને જ