________________
wanan
: ૮૪ :
જ્ઞાન પ્રદીપ. ઉપરોક્ત સુખી જીવનમાં જીવવાની ઈચ્છાવાળાઓ જડાસક્ત બનીને જડના જ સંરક્ષણ માટે અનેક જીના જીવનનો જલદી અંત આણે છે. તેઓને જીવ કરતાં જડ ઘણું પ્રિય હોય છે. તેઓ નિરંતર જડને મેળવવાની ચિંતાથી જડના જ ધ્યાનવાળા હોઈને જડમય બની ગયેલા હોય છે. સેનું, ચાંદી, ઝવેરાત આદિ જડ વસ્તુ તથા સારા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ જડના ધર્મ પ્રાપ્ત થતા હોય તો અન્ય જીવના જીવનની તેમને દરકાર કે કાળજી રહેતી નથી. જીવના જીવનને ઝટ નાશ કરી નાખે છે, જેના માટે પાછળથી જરા ય પશ્ચાત્તાપ કે શેક થતું નથી. ઊલટા જડની પ્રાપ્તિથી આનંદ માને છે. પિતાને સુખી માને છે. આ બાબત નીચે બતાવેલા ઉદાહરણોમાંથી સ્પષ્ટ જણાઈ આવશે. આવા ઉદાહરણો આ કલિકાળ-પંચમ કાળમાં પ્રત્યક્ષ બની રહ્યાં છે, કારણ કે આ કાળમાં દુનિયાને માટે ભાગ જડાસક્ત થઈ જડવાદી બની રહ્યો છે.
ધનને લેભી, ધનને જ કિંમતી જીવન માનનારાઓ ધનના માટે પોતાના પિતા, પુત્ર, ભાઈ, ભગિની, માતા જેવા નિકટના
હિચાના પ્રાણ હરણ કરતાં જરા ય ડરતા નથી. ચેર, લુંટારા અને ધાડપાડુઓ ધનના માટે માણસને મારી નાંખે છે. રાજ્યના લોભથી અનેક રાજપુત્રને વિષ અપાયાં છે અને અપાય છે. આ બધું શા માટે? ધન મેળવી મજશેખ ભોગવવા માટે. જીવન વધારવાના હેતુથી ધનદ્વારા જીવન વધારે તેવા પદાર્થો મેળવી, તેને વાપરી વધારે જીવવાને માટે. આ પ્રમાણે જડાસક્ત મનુષ્ય મનુષ્યના જીવનને અંત આણે છે.
હવે જડાસક્ત મનુષ્ય પોતાના માનેલા જીવનમાં જીવવા પશુઓના પ્રાણ પણ હરણ કરે છે. ચામડાને માટે, હાડકાને માટે,