________________
ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે.
: ૮૩ :
અધમ થી મેળવેલા દ્રવ્યને રાખવા તથા વધારવા કાવાદાવા કરતા હોય, ચાલવાનો પગ પરિશ્રમ નકર તેા હોવાથી રોગગ્રસ્ત રીરવાળો હોય, શેાખથી વધારે વિષય સેવવાવાળો હોવાથી શક્તિહીન-પુરુષા હીન હોય, મસા ખસેાના ડૉકટર હુમેશાં શરીર તપાસતા રહેતા. હોય, વિષયાસક્ત ખની વધુ વિષય સેવવાના લાભથી જીવવા અનેક જીવાને મારીને તૈયાર કરેલી દવા ખાવા હુંમેશાં આતુર હોય, વિષય માટે કે અન્ય અપરાધેા માટે મેડી રાત સુધી જાગીને સૂતા હોય અને પહેર દિવસ ચડે ત્યારે આંખા ચાળતા ઊડતા હોય, કાઇ પણુ કાય કરવાને શિક્તહીન કે સત્ત્વહીન બનીને નોકર-ચાકરની વધારે અપેક્ષા રાખતા હોય, મેાજશેખ તથા ઘણી જરૂરિયાતાની ચિંતાથી જેને ફુરસદનો સમય બિલકુલ ન મળતા હોય, સાધુમહાત્મા ચા તો મહાપુરુષોને જોઇને આંધળો બની જતા હોય, ચાકેાના દુ:ખી શબ્દો સાંભળવા હેરો બની જતા હોય, પેાતાને જ દેવ તિરકે માનતા હોય, સંસારની સઘળી વસ્તુઓ વાપરવાને માટે બનાવી છે એવા ધર્મના સિદ્ધાંતવાળો હાય, બીજા કંગાળ થઇ દુઃખી થાઓ, મરી કે જહાનમમાં જાએ પણ પેાતે તે ધન ભેગું કરવામાં આવતી પ્રવૃત્તિઓને જ ધાર્મિક ક્રિયા તરિકે માનતા હોય-આવા પ્રકારની કનીષ્ઠમાં કનીષ્ઠ ભાવનાયુક્ત જીવન જીવનારને તાત્ત્વિક દૃષ્ટિથી અણજાણુઅલ્પજ્ઞ જીવે। સુખી જીવન માને છે અને આવા પ્રકારના જીવનમાં જીવવાની આકાંક્ષા રાખીને કલ્યાણનો માગ છેડી અકલ્યાણના માર્ગે દારાઈ જાય છે. અથવા તેા કલ્યાણના માર્ગમાં રહીને પણ આવા પ્રકારના જીવન માટે પ્રભુપ્રાથના અને ભક્તિ કરે છે.