________________
: ૮૧ ઃ
જ્ઞાન પ્રદીપ.
ફક્ત રોટલા ને દાળ જ હેાય, પહેરવાને જાડાં ખાદીનાં કપડાં હાય, રહેવાને સાધારણ એક મજલાવાળું મકાન હાય, સૂવાને માટે જમીન હેાય અથવા શણની દારોથી ભરેલા ખાટલે હાય, પાથરવાને માટે શેત્ર'જી, સાદડી અથવા સે થીગડાવાળું ગાઇડુ' હેાય, પગમાં પહેરવાને સાધારણ દેશી જોડા હોય અથવા ઊઘાડે પગે કરતા હોય, માથા પર ચાર છ આનાનો ટોપી હોય, ઘરમાં અજવાળા માટે એર’ડીયાનું કાડીયુ હોય અથવા ગ્યાસતેલને ખડીયેા હોય, વાપરવાનાં વાસણા માટીનાં હોય અથવા સાધારણ ત્રાંબા, પીત્તળ કે કાંસાના હોય, હુંમેશાં પગપાળો ચાલનાર હોય, જરૂરિયાતે એછી હોવાથી સ`તેાષ રાખોને ફુરસદના સમયે શાંત ચિત્તથી પ્રભુભક્તિમાં લીન રહેતા હોય-આવા પ્રકારની સ્થિતિમાં જીત્રનારના જીત્રનને અજ્ઞાની પુરુષો દુ:ખી છત્રન કહે છે.
જેને ખાવાને મિષ્ટાન્ન, ફળ, શાક, દૂધ, દહીં, ઘી, મેવા આદિ પદાર્થી હોય, પહેરવાને માટે કિંમતી ઊંચી જાતના રેશમ, મખમલ, જરી વિગેરેનાં ફેન્સી સીલાઇનાં કપડાં હોય, રહેવાને માટે આગબગીચાથી ઘેરાયલા, પચાસ હજાર કે લાખનો અગલા હોય, સૂવાને માટે સુંદર મિનાકારી કારીગરીવાળો સ્વણુ પલ'ગ હોય, પાથરવાને રેશમી ખેાળવાળાં મણ-મણ રૂનાં ગાદલાં હોય, પગમાં પહેરવાને પચીસ પચાસ ખૂટ હોય, માથા પર કસબી તારાવાળી પાઘડી હોય અથવા પચીસની ટોપી હોય, ઘરમાં રાત્રે અજવાળા માટે વીજળીની લાઈટ હોય, ગરમીમાં વીજળીના પંખા ચાલતા હોય, વાપરવાનાં વાસણા સેાના, ચાંદીનાં કે જરમન સીલ્વરનાં હોય, જરૂરિયાતા ઘણી હોવાથી ધન મેળવવા રાતદિવસ ચિંતાગ્રસ્ત રહેતા હોય, અનીતિ અને