________________
ક્ષણિક
ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે.
ઃ ૮૧ ?
જીવની સાથે સંગ રહે તે લાંબું જીવન માને છે, અને છેડા વર્ષ સંગ રહે તે ટૂંકુ જીવન માને છે. આ પ્રમાણે જીવનના સ્વરૂપને જાણનારાઓ જીવની સાથે દેહને વધારે કાળ સંગ ટકાવી રાખવાને માટે અનેક પ્રકારના ઉપાય કરે છે.
સંસારમાં કઈ પણ જીવને મરવું ગમતું નથી. ગમે તેવી તેની શારીરિક સ્થિતિ ખરાબ કેમ ન હોય તે પણ તે જીવવાની જ ઈચ્છાવાળે હેાય છે. જીવવાને માટે માયા, છળ-કપટ, પ્રપંચ, અસત્ય અને અનીતિ આદરે છે, ધર્મ-કર્મથી વિમુખ થઈ જાય છે. ભલે ધમને સંગ કેમ ન નષ્ટ થઈ જાય, પણ દેહનો સંગ તો બાબા રહે જ જોઈએ–આવા પ્રકારની ભાવનાથી અનીતિ અને અધમમાં ઊતરી પડે છે. માંદો પડ્યો હાય અને ડોકટર કે વૈદ્ય અભક્ષ્ય ભક્ષણ કરવાનું કહે તો તે ખુશીથી કરવા તૈયાર થઈ જાય છે. અનેક જીવોને નાશ કરીને તૈયાર કરેલી દવા જીવવાને માટે ખુશીથી વાપરે છે. અનેક જીવોને નાશ સાંભળવા છતાં જીવવાના અથીનું હૃદય કંપતું નથી. તે એવા વિચારવાળે હોય છે કે જીવવાને બધું ય કરવું પડે છે, જીવતા રહીશું તે ધમના અનેક કાર્ય કરીને પાપથી છૂટી જઈશું. ધમના સાધનેમાં શરીર મુખ્ય સાધન છે. શરીર વગરનાં બધાં સાધને નકામાં છે. આવા પ્રકારની ભાવનાઓથી હદય નિરંતર વાસિત રહેલું હોવાથી સઘળા જીવન જીવવું ગમે છે, એ સિદ્ધાંત ભૂલી જાય છે.
અલપઝ જી બે પ્રકારના જીવન માને છે: એક દુઃખી જીવન અને બીજું સુખી જીવન. મેજશખથી જીવવું તે સુખી જીવન અને સાદાઈથી જીવવું તે દુઃખી જીવન. જેને ખાવાને