________________
સ્વાર્થમય સંસાર
.: Se :
ઉપાયે કરે છે. અને તે ઉપાયમાં સફળતા મેળવવાને માટે પ્રેમ-નેહ જે રાગનાં અંગ છે, તેને ઉપયોગ કરે છે.
પ્રેમ તથા સ્નેહ શું વસ્તુ છે? આત્માનો ધર્મ તો નથી જ. ત્યારે શું જડનો ધર્મ છે? જડને ધમ પણ સંભવી શકતો નથી; કારણ કે માટી-પથરા આદિ જડ વસ્તુઓમાં કયાંય પણ જણાતો નથી. ત્યારે પ્રેમ શું છે? આત્માની સાથે જડ વસ્તુનો સંગ થવાથી આત્મામાં ઉદ્ભવેલી એક પ્રકારની વિકૃતિ છે. તે જડ વસ્તુનો વિયેગ થતાં નાશ પામી જાય છે. એટલે સ્નેહ કઈ તાવિક વસ્તુ નથી, પણ એક પ્રકારની બનાવટ છે. અને જે બનાવટ હોય તે વસ્તુ સાચી હોઈ શકે નહીં, તે જેઓ આવી બનાવટી-ખોટી સનેહ જેવી વસ્તુ માટે પોતાના આત્માનું અહિત કરે છે, શ્રેય કરતા નથી તેઓ મોટી ભૂલ કરે છે. અમુક મારે નેહી છે, અમુક મારે પ્રેમી છે-આવી આવી ભાવનાઓથી મેહને ઉત્તેજિત કરી મમત્વભાવ વધારે છે અને પિતાનું ભવિષ્ય બગાડે છે, તે મનુષ્યો બુદ્ધિ વગરના જ કહેવાય છે. આ પ્રમાણે બુદ્ધિની વિકળતાને લઈને ઘણું જ મહેનતે અનેક પ્રકારના કષ્ટાનુષ્ઠાન કરીને મેળવેલું ઉત્તમ માનવજીવન એઈ નાખે છે અને પરિણામે દુઃખના ભાગી બને છે, માટે બુદ્ધિનો સદુપયોગ કરીને સંસારની પરિસ્થિતિનો સારી રીતે વિચાર કરો અને જેમ બને તેમ સાચું સુખ તથા સાચો આનંદ મેળવવાને માટે પ્રયત્ન કરો. જ્યાં સુધી તમારી પ્રેમની કે સ્નેહની ભાવના ભૂંસાતી નથી ત્યાં સુધી તમને સાચું સુખ કે સાચો આનંદ મળવાનો નથી, માટે ખોટા સ્નેહથી મુક્ત થઈને આત્મય સાધવા ઉદ્યમવાળા થશે કે જેથી કરી નિત્ય સુખ તથા નિત્ય આનંદને પ્રાપ્ત કરીને હમેશાંને માટે પરમ શાંતિ મેળવશે.