________________
: ૭૮ :
જ્ઞાન પ્રદીપ.
પ્રાપ્ત થતી હોય, અથવા પિતાની વિષયતૃપ્તિમાં ઉપયેગી થઈ પડતું હોય તેવું માણસ પિતાને અનુકૂળ લાગવાથી તેના ઉપર સ્નેહ રાખે છે. જેનાથી પિતાને કાંઈ પણ ક્ષણિક આનંદની કે સુખની સામગ્રી ન મળતી હોય, ઊલટું તે મનુષ્ય પોતાના ક્ષણિક આનંદમાં વિઘકર્તા હોય તે તે માણસ તેને પ્રતિકૂળ લાગે છે. તેવી જ રીતે જે જડ વસ્તુ ક્ષણિક આનંદ આપનારી હોય તેને અનુકૂળ ગણીને તેના ઉપર રાગ રાખે છે.
આવા પ્રકારની અનુકૂળતા તથા પ્રતિકૂળતા રાગ-દ્વેષની ઉત્પાદક હોય છે અને તે આત્માનું અશ્રેય કરનારી હોય છે. આવી અનુકૂળતાને લઈને થયેલે રાગ-નેહ તે સ્વાર્થથી જ થયેલું હોય છે, માટે જ સ્નેહ એટલે-સ્વાર્થ. સ્વાર્થ ન હોય તો સ્નેહ જેવી કઈ વસ્તુ જ નથી, અને એટલા માટે જ આવા નેહમાં પરિવર્તન થયા કરે છે. સ્નેહ અસ્નેહ થઈ જાય છે અને અનેહ નેહ થઈ જાય છે. જ્યાં સુધી જેનાથી સ્વાર્થ સધાતો હોય ત્યાં સુધી સનેહ હોય છે, ને સ્વાર્થ પૂરો થયે એટલે અસ્નેહ થઈ જાય છે. વળી પાછો સ્વાર્થ ઉત્પન્ન થાય છે ત્યારે જે વસ્તુ ઉપર અનેહ હતો તે જ વસ્તુ ઉપર પાછો નેહ થાય છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સ્વાર્થ જ સ્વાર્થ છે. નિઃસ્વાર્થ પણ એક પ્રકારનો સ્વાર્થ જ છે, પણ તેને સ્વાર્થમાં ગણ્યો નથી. સંસાર સ્વાથી છે, એવું કથન મહાપુરુષનું છે તે સર્વથા સત્ય છે. તેઓએ જડાસક્ત સંસારના અંગે જ આવા પ્રકારના ઉદ્ગારો કાઢ્યા છે. નહિ તો સંસારમાં આત્માસક્ત પરમાર્થ સાધક ઉત્તમ પુરુષો પણ હોય છે, પણ તે ઘણા જ થોડા હોવાથી તે તરફ ધ્યાન આપ્યું નથી. સંસારમાં મેટ ભાગ જડાસક્ત છે, અને તે ગલાનંદી હોવાથી પૌગલિક સુખને માટે અનેક પ્રકારના