________________
સ્વાર્થમય સંસાર.
પ્રતિકૂળ હોય, જેનાથી પિતાનો સ્વાર્થ બગડતો હોય, તેને ચહાતા નથી, તેના ઉપર દ્વેષ રાખે છે; તથા જેનાથી સ્વાર્થ સધાતો ન હોય તેમ બગડતો ય ન હોય તેના પ્રત્યે ઉદાસીનભાવે રહે છે અર્થાત્ તેના ઉપર રાગ નથી હોતું. તેમ ઠેષ નથી હોતો. આ પ્રમાણે રાગભાવ, દ્વેષભાવ અને મધ્યસ્થભાવ ત્રણ પ્રકારના ભાવે સંસારમાં દષ્ટિગોચર હોય છે. આ ત્રણ ભાવ કાંઈ આત્માના ધર્મ નથી પણ તે મેહકમજન્ય ઉપાધીસ્વરૂપ છે. મેહ નાશ પામવાથી ત્રણે ભાવો નાશ પામી જાય છે. વિશુદ્ધ આત્મામાં આ ત્રણમાંનો એક ભાવ હોતો નથી.
જ્યાં સુધી મેહકમજન્ય ઉપાધિ હોય છે ત્યાં સુધી સ્વાર્થ હોય છે, અને જ્યાં સુધી સ્વાર્થ હોય છે ત્યાં સુધી જ સ્નેહભાવ હોય છે. પરમાર્થરૂપ સ્વાર્થ સંપૂર્ણ કર્મક્ષય થતાં સુધી રહે છે, ત્યારે મિથ્યા-સ્વાર્થ, જ્યાં સુધી મેહકમ હોય છે ત્યાં સુધી જ રહે છે. મેહ-કમના પ્રભાવથી જીવો અજ્ઞાનતાને લઈને અનુકૂળ-પ્રતિકૂળની ભાવનાઓવાળા હોય છે અને અનુકૂળને પ્રતિકૂળ સમજે છે, પ્રતિકૂળને અનુકૂળ સમજે છે જેથી તેમને રાગ-દ્વેષના આધીન થવું પડે છે. સાચી અનુકૂળતા તથા સાચી પ્રતિકૂળતા સમજ્યા પછી રાગ-દ્વેષ ઓછો થતું જાય છે, અને સ્વાર્થ પરમાર્થના રૂપમાં બદલાઈ જાય છે. સર્વથા રાગદ્વેષ નાશ પામી ગયા પછી પરમાર્થ સિદ્ધ થઈ જાય છે, ને પરમાર્થ સિદ્ધ થયા પછી જીવ પોતે કૃતકૃત્ય થઈ જાય છે.
જ્યાં સુધી જીવને સાચી અનુકૂળતા સમજાતી નથી ત્યાં સુધી ક્ષણિક સુખ તથા ક્ષણિક આનંદ આપનાર વસ્તુઓને જ અનુકૂળ માને છે. જેમકે-જે માણસથી પિતાને ક્ષણિક સુખની સાધક ધન, ખાન, પાન, વસ્ત્ર, ઘરેણાં, મકાન આદિ વસ્તુઓ