________________
: ૭૬ :
જ્ઞાન પ્રદીપ.
ના અર
પણ માનનિર્વાહના
સુધી પોતાની હોવાથી
ભાવમાં કૃત્રિમતા ઠાંસીઠાંસીને ભરેલી હોય છે. એમના અંદર વિષયલોલુપતા પુષ્કળ હોય છે. જીવનનિર્વાહના સ્વાથી ઉપકારીનો ઉપકાર ભૂલતા નથી, પણ મેજ-શેખના સ્વાથી તે ઘણું જ ગરજી હેવાથી ગરજ સર્યા પછી ધક્કો મારે છે. જ્યાં સુધી પિતાની ક્ષુદ્ર તૃણ શાંત કરવામાં વસ્તુ મદદ કરતી હોય
ત્યાં સુધી જ તેને હોય છે, તેની સંભાળ રાખે છે. જ્યાં તે વસ્તુ મદદ કરવામાં અસમર્થ થઈ કે પછી તેની સામે પણ જોતા નથી, માટે જ મેજ-શેખના સ્વાથી કનિષમાં કનિષ્ઠ છે અને તે અધમ કટીમાં ગણાય છે.
ઉપર કહ્યા પ્રમાણે વિચાર કરતાં સંસારમાં જીની સ્વાર્થ માટે જ પ્રવૃત્તિ જણાય છે. તમે પિતાના ઘરેણું તથા કપડાંને જાળવે છે, તેનું રક્ષણ કરે છો તે શા માટે? સ્વાર્થ માટે જ કરો છો. તમે એમ માનેલું હોય છે કે ઘરેણાં શરીરની શોભા વધારે છે, કપડા શોભા વધારે છે, તથા શરીરનું રક્ષણ કરે છે. મકાનમાં રહેવાથી આપણે બચાવ હોય છે, એમ ધારીને મકાનને જાળવો છો. ઘરેણાં, કપડાં તથા મકાન આદિ વસ્તુઓ ઉપર મમત્વભાવ રાખે છે. તેનું કેઈ નુકશાન કરતું હોય તો તેના ઉપર તમે ક્રુદ્ધ થાઓ છે. આ બધું શા માટે? સ્વાર્થ હોવાથી જ એ વસ્તુઓ ઉપર મમત્વ રાખે છે.
સંસારમાં સ્વાર્થને છોડીને પ્રેમ કે સ્નેહ જેવી કેઈ વાસ્તવિક વસ્તુ હોય, અને તે નિઃસ્વાર્થપણે થતી હોય તો સંસારના સઘળા ચ જડ તથા ચૈતન્ય પદાર્થો ઉપર તે હવે જોઈએ, પરંતુ એમ તો કોઈપણ સ્થળે જોવાતું નહી. જીને જે વસ્તુ અનુકૂળ હોય છે અને જેનાથી પિતાને સ્વાર્થ સધાતો હોય છે, તેને જીવો વ્હાય છે, તેના ઉપર રાગ-રહ રાખે છે. અને જે વસ્તુ