________________
-
૫
આ આગમનું દરેક અધ્યયન વૈરાગ્ય પ્રેરક, તત્વજ્ઞાનથી ભરપૂર, ધર્મ ભાવનાને પુષ્ટ ભાવનાને પુષ્ટ કરનાર તથા આમાને પવિત્ર કરવા સમર્થ છે, માટે ભવ્યાત્માને ઘણું જ ઉપયોગી છે. આ સૂત્રને જે સારી રીતે જાણે છે, સારી રીતે કઠસ્થ કરે છે, તે ભવ્ય જીવ જીવનને એક અપૂર્વ લાભ મેળવે છે.
આપણે ત્યાં વૈરાગ્યજનક શાસ્ત્ર-પ્રકરણે ઘણું છે પરંતુ શ્રી ઉ, સૂત્ર આ બધાં વૈરાગ્ય–બેધક પ્રકરણનું એક પ્રેરણાસ્થાન છે એમ માનવું પડે.
પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ આ શ્રી. ઉ. સૂત્રને વૈરાગ્યનો સાગર” કહેતા અને ફરમાવતા હતા કે “જેને 'વિવિધતાપૂર્ણ એવું એક માત્ર આગમ મુખપાઠ રાખવું હેય તેને હું નિઃશંક શ્રી ઉ. સૂત્ર જ સૂચવું,” શ્રી લબ્ધિ-સૂરીશ્વરજી મ. સાહેબે પ્રોતાના જીવનના અંતિમ સમયે શ્રી ઉ. સૂત્રને મુખપાઠ કરવા માંડયું હતું. આપણે આ આગમ -પાઠ આરંભથી સ્વિકારીએ તે જીવન ખૂબ સાર્થક બને તેમાં શંકા નથી, કેમકે આ ગ્રન્થ માત્ર અર્થ-દર્શન ને માર્ગ–દર્શન જ નથી પરંતુ જીવન-પદ્ધતિ દર્શન પણ છે.
બીજા આગમ-ગ્રન્થ કરતાં શ્રી ઉ. સત્રમાં ઘણી વિવિધતા છે, વૈરાગ્ય પ્રેરક સૂક્તો છે, સુંદર પ્રશ્નોત્તર સંવાદ છે, તથા, દ્રવ્ય અને ગુણેની વ્યાખ્યાઓ પણ તેમાં ગોચર થાય છે. એમ કહી શકાય કે શ્રી ઉ. સૂત્ર એક જ આગમ જૈન ધર્મ જૈન દર્શનને પરિચિય આપવા સમર્થ છે.
આ શ્રી ઉ. સૂત્ર ઉપર શ્રત-કેવલી ચૌદ પૂર્વધર આચાર્ય ભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ નામની