________________
આમ જોઈએ તો શ્રી ઉ. સૂત્ર ચરમ તીપતિ શ્રી મહાવીર દેવની ચરમ દેશનાના સાર છે. આ અંતિમ દેશના રૂપે પ્રસિદ્ધ શ્રી ઉ. સૂત્ર જૈન દશનના એક અમુલ્ય ખજાના છે. દરેક અધ્યયન જૂદા જૂદા આરાધકને પ્રેત્સાહન મંળે તેવી સત્ત્વશીલ અને સમર્થ વાણીમાં પ્રગટ થયેલ છે.
આજના યુગમાં દરેક વ્યક્તિને કઇ ને કઈ વાંચન જોઈ એ છે, પરંતુ આત્મકલ્યાણ થાય તેવા પુસ્તકે બહુ ઓછા પ્રગટ થાય છે. આવા સુ સ`સ્કારી પુસ્તક લખાય ને છપાય તે સૈાને સુલભ થાય અને તે વ'ચાય ને આચરણમાં મુકાય તા જનતાનુ કલ્યાણ થાય—આ લેાક ને પરલેાક સુધરે.
શ્રી ઉ. સૂત્ર જૈન તત્ત્વજ્ઞાનનુ મૌલિક સૂત્ર છે જેને ઉપદેશ, પ્રભુએ આપણા જેવા પચમકાળના દુર્ગંધ જીવના કલ્યાણ અર્થે, પેાતાના નિર્વાણ સમયે, આપ્યા.
મે
માતપુત્ર ભગવાન શ્રી મહાવીર સ્વામી આ ૩૬ અધ્યયના પ્રગટ કરી નિર્વાણ પામ્યા, તેમની માટે આવેલ શ્રી સુધર્મા સ્વામી, તેમના શિષ્ય, છેલ્લા કેવલી શ્રી જજીસ્વામીને કહે છે કે: હે આયુષ્યમાન જંબુ ! જેવું ભગવાન મહાવીરસ્વામી પાસેથી સાંભળેલું છે તેવું જ મેં આ ઉં. સૂત્રમાં કહ્યું છે. શ્રી સુધર્મા સ્વામી વીર પ્રભુ પછી ૨૦ વર્ષે મેાક્ષે ગયા, અને, શ્રી જખુસ્વામી શ્રી વીર પ્રભુ પછી ૬૪ વર્ષ માક્ષે ગયા. ત્યાર પછી આ ભરત ક્ષેત્રમાં મેક્ષ માગ બંધ થયા. મજાકમાં એમ કહેવાય છેઃ જજીસ્વામી એ મેાક્ષ-માને તાળું મારી દીધુ..