SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૨૧ મહામહને છેડી, હે આત્મન ! તું મહાવ્રત વગેરે રૂપ પર્યાયધર્મને પસંદ કરજે ! તેમજ મહાવતને, ઉત્તરગુણ રૂપ શલેને અને પરીષહોને પણ સહવાનું તું પસંદ કરજે. (૧૧-૭૬૨) असि सच्चं च असेणगं च, तत्तो य बंभं अपरिग्गहच । पडिवज्जिया पंच महन्ययाणि, परिज धम्म निणदेसियं विऊ अहिंसां सत्यं चास्तैन्यं च, ततश्च ब्रह्म अपरिग्रहं च । . प्रतिपद्य पञ्च महाव्रतानि, चरेत् धर्म जिनदेशितं विद् ॥१२॥ અર્થ-હે મહાત્મન ! અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–આ પાંચ મહાવ્રતને સ્વીકારી તેનું યથાર્થ પાલન તારે કરવાનું છે. તેમજ વિદ્વાન એવા આપે શ્રી જિનકથિત શ્રત-ચારિત્ર રૂપ ધર્મનું પાલન કરવાનું છે. (૧૨-૭૬૩). सम्वेहि भूएहि दयाणुकंपी, खंतिक्खमे संजयवंभयारी । सावज्जजोगे परिवज्जयन्तो,चरिज भिक्खू सुसमाहिइन्दिए । सर्वेषु भूतेषु दयानुकम्पी, क्षान्तिक्षमः संयतब्रह्मचारी । सावद्ययोगं परिवर्जयन् , चरेद् भिक्षुः सुसमाहितेन्द्रियः ।।१३॥ " અથ–હે સાધુ! સઘળાં પ્રાણુઓ ઉપર હિતના ઉપદેશ રૂપ અને રક્ષણ રૂપ દયાથી અનુકંપન સ્વભાવવાળા, ક્ષમા વડે નડિ કે અશક્તિથી દુર્વચન વગેરે સહન કરનાર, સમ્યમ્ યતનાવાળા, બ્રહ્મચારી, તેમજ ઇન્દ્રિય-મને વિજેતા બની અને સર્વથા પાપમય પ્રવૃત્તિને છેડી તમારે સંયમમાં વિચરવું જોઈએ. (૧૩–૭૬૪)
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy