________________
૩૮૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ અર્થજે પ્રકારે શુકલધ્યાન થાય, તે પ્રકારે ધ્યાન ધરે નિયાણું વગરને, પરિગ્રહશુન્ય અને શરીરના સંસ્કાર વગરને બની, અપ્રતિબદ્ધ વિહારીપણે માવજછવ પર્યત વિચરે ! (૧૯-૧૫૩૬) निज्जूहिऊण आहार, कालधम्मे उबटिए । जहि (चइ) ऊण माणुसं बोंदि, पहू दुक्खे विमुच्चई ॥२०॥
परित्यज्याहारं, कालधर्मे उपस्थिते त्यक्त्वा मानुषीं बोन्दि, प्रभुदु खैर्विमुच्यते ॥२० ।
અર્થ-આયુષ્યના ક્ષય રૂ૫ કાલધર્મ ઉપસ્થિત થયે છત, સંલેખનાદિ કમથી આહારને ત્યાગ કરી, મનુષ્ય સંબંધી શરીરને છેડી અને વીર્યંતરાય કર્મક્ષયથી સામર્થ્ય વાળ-પ્રભુ બને, શારીરિક-માનસિક દુઃખોથી મુક્ત બને છે. (૨૦-૧૪૩૭) निम्ममो निरहंकारो. वीअरागो अणासवो । संपत्तो केवलं नाणं, सासयं परिणिव्वुए त्ति बेमि ॥२१॥
निर्ममो निरहङ्कारः, वीतरागोऽनाश्रवः सम्प्राप्तः केवलं ज्ञानं, शाश्वतं परिनिवृतः इति ब्रवीमि ॥२१॥
અર્થ-નિર્મમ, નિરહંકારી, વીતરાગ, કર્માશ્રવવગરને, કેવલ–શાશ્વત જ્ઞાનને પામેલે અને અસ્વસ્થતાના હેતુભૂત કર્મને અભાવ થવાથી સર્વથા સ્વસ્થીભૂત-પરિનિર્વાણપદને પામેલે બને છે. આ પ્રમાણે હે જંબૂ ! કહું છું. (૨૧-૧૪૩૮) પાંત્રીશમું શ્રી અનગારમાર્ગગતિ અધ્યયન સંપૂર્ણ