________________
૨૧૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ सम्यक्त्वं नु हे प्रायश्चित्तं प्रतिपद्यमानो मार्ग च मार्गफलं च विशोधयति, आचारमाचारफलं चाराधयति ॥१८॥
અર્થ-અકાલે પાઠ કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તે હે ભગવન્! પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ કયા ગુણને પામે છે? આવેચન વગેરે વિધાન રૂપ પ્રાયશ્ચિત કરવાથી જીવ, નિપાપતા રૂપ પાપકર્મની વિશુદ્ધિને પામે છે અતિચાર વગરને બને છે. સારી રીતે પ્રાયશ્ચિત્તને પામનારે જીવ સમ્યકત્વ રૂપ માર્ગને તથા માર્ગલ રૂપ જ્ઞાનને વિશુદ્ધ બનાવે છે અને ચારિત્ર અને ચારિત્રફલ રૂપ મુક્તિને સાથે છે. (૧૮-૧૧૦૮)
समावणयाएणं भंते ! जीवे कि जणयइ ? खमावणयोएणं पल्हायणभावं जणयइ, पल्हायणभावमुवगए अजीवे सव्वपाणभूयजीवसत्तेसु मित्तीभावं उपाएइ, मित्ताभावमुपगए आवि जोवे भावविसोहि काऊण निब्भए भवइ ॥१९॥
क्षमणया भदन्त ! जीवः किं जनयति ? क्षमणया प्रलादनभावं जनयति, प्रहलादनभावमुपगतश्च जीवः सर्वप्राणभूतजीवसत्त्वेषु मैत्रीभावमुत्पादयति, मैत्रीभावमुपगतश्चापि जीवो भावविशुद्धिं कृत्वा निर्भयो भवति ॥१९॥
અર્થ–પ્રાયશ્ચિત્તકરણ ખામણા કરવાથી થાય છે. તે હે ભગવન ! ખામણાથી જીવ ક્યા ગુણને મેળવે છે ? દુષ્કૃત થયા બાદ, “આ મારે ખમાવવું જોઈએ” ઈત્યાદિ રૂપ ક્ષામણાથી જીવ ચિત્તની પ્રસન્નતાને પામે છે. ચિત્તની પ્રસનતાને પામેલાજીવ, સર્વ બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય