________________
GS
શ્રી ક્ષુલ્લકાનિર્ગથીયાધ્યયન
અથ–સાધુ પાત્રામાં લેપ લાગેલ રહે તેટલું પણ બીજે દિવસે ભેજન માટે આહાર વિ.ની સ્થાપના ન કરે ! પંખીની માફક પાત્રો, ઉપકરણે વગેરેનું ગ્રહણ કરનાર અપેક્ષા વગરને સંયમમાં વિચરે. (૧૬–૧૭૪) एसणासमिओ लज्जू, गामे अनियओ चरे । अप्पमत्तो पमत्तेहिं, पिंडवायं गवेसए ॥ १७ ॥ एषणासमितो लज्जालुः, प्रामे अनियतश्चरेत् । अप्रमत्तः प्रमत्तेभ्यः, पिण्डपातं गवेषयेत् ॥१७॥
અર્થ—ગેચરીની શુદ્ધિમાં ઉપગવાળો સંયમી ગ્રામ વગેરેમાં કાયમ વાસ નહિ કરનાર વિહાર કરે ! તથા અપ્રમાદી બની ગૃહસ્થના ઘરોમાં ભિક્ષાની ગવેષણ કરે. (૧૭–૧૭૫) एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणुत्तरनाणदंसणधरे। अरहा णायपुत्ते भगवं वेसालिए, विआहिए त्ति बेमि ॥१८॥ एवं स उदाहृतवान्, अनुत्तरज्ञानी ,
अनुत्तरदर्शी, अनुत्तरज्ञानदर्शनधरः । अर्हन् ज्ञातपुत्रः भगवान् वैशालिकः,
व्यारव्याता इति ब्रवीमि ॥१८॥ અર્થ–સર્વજ્ઞ, સર્વદર્શી, લબ્ધિની અપેક્ષાએ એકી સાથે સર્વોત્કૃષ્ટ જ્ઞાન-દર્શનધારી, તીર્થકર વૈશાલિક ભગવાન સિદ્ધાર્થનંદન તે શ્રી વર્ધમાન જિનેશ્વરસ્વામીએ આ પ્રકારે સમવસરણમાં ધર્મનું કથન કરેલ છે, એમ છે જંબૂ! હું કહું છું. (૧૮-૧૭૬) છે છતું શ્રી ક્ષુલ્લકનિગ્રન્થીયાધ્યયન સંપૂર્ણ