________________
શ્રી લુલ્લકનિગ્રંથીયાધ્યયન-૬
૭૫
વગેરે ભાષા પાપથી બચાવનાર થતી નથી. તે વિચિત્ર મંત્રરૂપ વિદ્યાનું શિક્ષણ તે કયાંથી બચાવી શકે? જે બાલે પંડિતમાન હોય છે, તે જ્ઞાનના ગર્વથી અન્ય જ્ઞાનીને આશ્રય નહિ કરનારા, પાપકર્મોથી આખરે ખેદવાળા થાય છે. (૧૧-૧૬૯) जे केइ सरीरे सत्ता, वण्णे रुवे अ सव्यसो । मणसा कायवक्केणं, सव्वे ते दुक्खसंभवा ॥१२॥ ये केचित् शरीरे सक्ताः, वर्ण रूपे च सर्वशः । मनसा कायवाक्येन, सर्वे ते दुःखसम्भवाः ॥१२॥
અર્થ-જે કઈ શરીરના વિષે અને રૂપ-રંગ-સ્પર્શશબ્દ વગેરે વિષયમાં સર્વથા મન-વચન-કાયાથી આસક્ત હોય છે, તે સર્વે “જ્ઞાનથી મુક્તિ છે” –એમ બેલનારા અહીં, પરલોકમાં દુઃખી થાય છે. (૧૨–૧૭૦) आवण्णा दीहमदाणं, संसारंभि अतए । तम्हा सव्वदिसं पस्स, अप्पमत्तो परिव्वए ॥१३॥ आपन्नाः दीर्घमध्वानं, संसारे अनन्तके । तस्मात सर्वदिशः पश्यन्, अप्रमत्तः परिव्रजे ॥१३॥
અર્થ-આ પ્રમાણે આ મોક્ષમાર્ગને શત્રુઓ અનંત, સંસારમાં લાંબા-અન્ય અન્ય ભવભ્રમણરૂપ માર્ગને પામેલા દુઃખી થાય છે. તેથી પૃથ્વીકાય વગેરે અઢાર ભેદ વાળી ભાવદિશાઓને જોનારે બની, જેમ એકેન્દ્રિય વગેરેની વિરાધના ન થાય અને તેમાં જન્મ ન થાય તેવી