________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
જ રસ્તે ચાલીશ.”—આવા અભિપ્રાયવાળે બાલ જીવ આવી ધીઠાઈ ધારણ કરે છે. અસત્ય બેલી સ્વયં નષ્ટ થયેલ, બીજાઓને નાશ કરનાર, કામગના પ્રચંડ અનુરાગથી આલેક-પરલોકમાં અનંત દુઓને પામે છે. (૭-૧૩૪) तओ से दंड समारभइ, तसेसु थावरेसु य । अट्ठाए य अणट्टाए, भूयग्गामं विहिंसई ॥८॥ ततः स दण्डं समारभते, त्रसेषु स्थावरेषु च । अर्थाय च अनर्थाय, भूतग्रामं विहिनस्ति ॥ ८ ॥
અર્થ–તે બાલ જીવ, કામભેગના તીવ્ર અનુરાગથી ધીઠે બનેલે, બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવે, પૃથ્વી વગેરે સ્થાવર જીવો પ્રત્યે સાર્થક-નિરર્થક મન-વચન-કાયાથી દુઃખદાયી અશુભ પ્રયોગ કરે છે; એટલું જ નહીં પરંતુ પ્રાણી સમુદાયની અનેક પ્રકારે હિંસા કરે છે. (૮-૧૩૫) हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे । मुंजमाणे सुरं मंसं, सेयमेयंति मन्नइ ॥९॥ हिंस्रः बालो मृषावादी, मायावी पिशुनः शठः । भुञ्जानः सुरां मांस श्रेयः, एतदिति मयन्ते ॥९॥
અર્થ-વળી આ બાલ જીવ હિંસક, મૂર્ખ, અસત્યવાદી, કપટી, બીજાના દોષને પ્રગટ કરનાર, વેષપલ્ટ કરી પિતાને જુદા સ્વરૂપમાં દર્શાવનાર, દારૂડી અને માંસજી બની પાછે માને છે કે – “હું બહુ સારું કરી રહ્યો છું. - તેવું બેલે છે. (૯-૧૩૬)