________________
શ્રી પ્રમાદા પ્રમાદાધ્યયન-૪
૫૩ “બહુજનના આદરભાવને પામેલા પ્રમાદ અનર્થકારી નથી.” -એમ માની પ્રમાદેમાં વિશ્વાસ ન રાખવું જોઈએ. માટે જ ભારંડપંખીની માફક અપ્રમત્ત બની વિચરવું જોઈએ. (૬-૧૨૦) चरे पयाई परिसंकमाणो, जं किंचि पास इह मन्नमाणो । लाभतरे जीविय बृहइत्ता, पच्छा परिन्नाय मलावधंसी ॥७॥ चरेत् पदानि परिशङ्कमानः, यत् किंचित् पाशं इह मन्यमानः लाभान्तरे जीवितं वृहयित्वा, पश्चात परिज्ञाय मलापध्वंसि ॥७॥
અર્થ–જે કાંઈ દુર્ગાન વગેરે પ્રમાદસ્થાનને પાશની માફક બંધ હેતુરૂપે માનતા, સંયમની વિરાધના ન થાય એ રીતે મુનિએ ચાલવું જોઈએ. સમ્યગદર્શન વગેરે ગુણેના લાભ સુધી જીવનનું રક્ષણ-સંવર્ધન કરી, હવે વિશિષ્ટ ગુણ નિર્જરા, ધર્મધ્યાન વગેરે લાભ કે અશક્ય છે, એમ જાણી ભક્ત પ્રત્યાખ્યાનપૂર્વક સર્વથા જીવનનિરપેક્ષ થઈ કમલને નાશ કરનાર થવું જોઈએ. (૭-૧૨૧) छंदं निरोहेण उवेइ मोक्ख, आसे जहा सिक्खिअवम्मधारी। पुवाई वासाई चरऽपमत्तो,तम्हा मुणी खिप्पमुवेइ मोक्खा॥८॥ छन्दोनिरोधेन उपैति मोक्ष, अश्वो यथा शिक्षितवर्मधारी । पूर्वाणि वर्षाणि चरेदप्रमत्तः, तस्माद् मुनिः क्षिप्रमुपैति मोक्षम् ॥८॥
અર્થ–જેમ ઘેડ કેળવાયેલે કવચધારી વિજેતા બને છે, તેમ મુનિ ગુરુપાતંત્ર્ય સ્વીકારી, નિરાગ્રહી બની નિષ્કથાયી સંપૂર્ણ સંયમધારી હોઈમેક્ષ પામે છે. તેથી સ્વચ્છંદતા છેડી પ્રમાદ વગરના આચરણથી મુનિ મુક્તિને મેળવે છે.