________________
પર
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે वित्तेण ताण न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था । दीवप्पणढे व अणंतमोहे, णेआउयं दद्रुमदठुमेव ॥५।। वित्तेन त्राणं न लभते प्रमत्तः, अस्मिलोके अथवा परत्र । दीपप्रनष्ट इव अनन्तमोहः, नेयायिक दृष्ट्वा अदृष्ट्वैव ॥५॥
અથ–પ્રમાદમાં ફસેલા જીવને આ જન્મમાં કે પરભવમાં ધન, પોતે કરેલ કર્મોથી રક્ષણ આપતું નથી. જેમ દીવાના બૂઝાઈ જવાથી જોયેલી વસ્તુ નહીં જોયેલી જ બની જાય છે, તેમ મિથ્યાજ્ઞાનરૂપ કે દ્રવ્યાદિ–મોહરૂપ અનંતમોહવાળે, સમ્યગદર્શનાદિરૂપ મેક્ષમાર્ગ મેળવનાર છતાં નહીં મેળવનારે જ બની જાય છે. અર્થાત ફક્ત ધન સ્વરક્ષક નથી બનતું; એટલું જ નહીં પણ મુશ્કેલીથી મેળવેલ રક્ષણ હેતુ સમ્યગદર્શન વગેરેને પણ વિનાશ કરે છે. (૫-૧૧૯) सुत्तेसु यावी पडिबुद्धजीवी, न वीससे पंडिए आसुपन्ने । घोरा मुहुत्ता अबलं शरीरं, भारंडपक्खीव चरेऽपमत्तो ॥६॥ सुप्तेषु चापि प्रतिबुद्धजीवी, न विश्वसेत् पण्डित आशुप्रज्ञः । घोरा मुहूर्ता अबलं शरीरं, भारण्डपक्षीव चरेदप्रमत्तः ।।६।।
અર્થ–ઘણા લેકે દ્રવ્યભાવથી સુષુપ્ત છતાં, વિવેકી જીવ ત્યાં સુધી દ્રવ્યભાવથી જાગૃતિવાળો રહે છે કેમુહૂર્ત, દિવસ વગેરે કાલવિશેષે નિરંતર પણ પ્રાણપહારી હોઈ ભયંકર છે. વળી મૃત્યુદયી મુહૂર્ત વગેરેને દૂર કરવાને કે સહવાને શરીર અસમર્થ છે. માટે શીધ્ર પ્રજ્ઞાવાળા પંડિતે,