________________
વિનયશ્રુતા ધ્યયન
વિનયથી પ્રસિદ્ધ શિષ્ય, પ્રેરણા વગર જ દરેક સમયે ગુરુકાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. જે પ્રેરણા થાય તે તરત જ યથોચિત કાર્ય બને છે. ગુરુના ઉપદેશ મુજબ, હંમેશાં સારી રીતે કાર્યો બજાવે છે ૪૪ नन्चा नमइ मेहावी, लोए कित्ती से जायए । हवइ किच्चाण सरणं, भूयाणं जगई जहा ॥४५॥ ज्ञात्वा नमति मेघावी, लोके कीर्तिस्तस्य जायते । भवति कृत्यानां शरणं, भूतानां जगती यथा ॥४५॥
જે ઉપરોક્ત અર્થ જાણ તે તે કાર્ય કરવામાં નમ્ર, ઉઘત, મર્યાદાવર્તી થાય છે તેથી “આને જન્મ સફલ છે.” “આ સંસારસાગર તરી ગયે” આવી કીર્તિ લેકમાં પ્રગટે છે. જેમ પૃથ્વી પ્રાણીઓના આધારભૂત છે તેમ આ પુણ્ય ક્રિયાઓને આધાર બને છે. ૪૫. पुज्जा जस्स पसीयंति, संबुद्धा पुत्रसंथुया । पसन्ना लाभइस्संति, विउलं अट्ठियं सुयम् ॥४६॥ पूज्या यस्य प्रसीदन्ति, संबुद्धा पूर्वसंस्तुताः । प्रसन्ना लम्भयिष्यन्ति, विपुलं आर्थिकं श्रुतम् ॥४६।।
જે શિષ્યના ઉપર આચાર્ય વિ. પૂજ્ય પ્રસન્ન થાય છે. તેને સમ્યગ તત્વજ્ઞાની, પૂર્વપરિચિત, પ્રસન્ન ગુરુઓ, તાત્કાલિક શ્રુતનો, પરંપરાએ મેક્ષને લાભ કરાવનારા થાય છે. ૪૬. ઉ. ૨