________________
૨૮૨
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
सोवीररायवसहो, चइत्ताण मुणीचरे । उद्दायणोपव्वइओ. पत्तो गइमणुत्तरं ॥४८॥ सौवीरराजवृषभः, त्यक्त्वा मुनिश्चरेत् । उदायनः प्रव्रजितः, प्राप्तो गतिमनुत्तराम् ॥४८॥
અર્થ -સૌવીર દેશના સર્વોત્તમ રાજા ઉદાયને સઘળા રાજ્યને ત્યાગ કરી, જેન શ્રમણપણાનું પાલન કરી સર્વોત્કૃષ્ટ ગતિરૂપ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી. (૪૮–૧૮૭) तहेव कासीराया, सेओसच्चपरकमे । कामभोगे परिच्चिच्च पहणे कम्ममहावणं ॥४९।। तथैव काशिराजः, श्रेयःसत्यपराक्रमः । कामभोगान् परित्यज्य, प्रहतवान् कर्ममहावनम् ।।४९।।
અર્થ -પૂર્વોક્ત રાજાઓની માફક શ્રેયસ્કર સંયમમાં પરાક્રમી કાશીદેશના અધિપતિ નંદન નામના સાતમા બલદેવે, પ્રાપ્ત સમસ્ત કામગોને સર્વથા પરિત્યાગ કરી દીક્ષા સ્વીકારી, તેમજ અતિ ગહન કર્મરૂપી મહા વનને નાશ કરી અખંડાનંદરૂપ મુક્તિપદ પ્રાપ્ત કર્યું. (૪૯-૫૮૮) तहेव विजयो राया, अणहाकित्ति पव्वए । रज्जं तु गुणसमिद्धं, पयहित्त महायसो ॥५०॥ तथैव विजयो राजा, अनष्टकीर्तिः प्राब्राजीत् । राज्यं तु गुणसमृद्धं, प्रहाय महायशाः ।।५।।
અર્થ તેવી રીતિએ ચારેય બાજુથી અપકીર્તિ વગ૨ના-મહા યશસ્વી વિજય નામના બીજા બલદેવે, ગુણ