________________
શ્રી સંયતાધ્યયન-૧૮
૨૮૧
नमिर्नमयति आत्मानं, साक्षात शक्रेण नोदितः । त्यक्त्वा गेहं वैदेहः, श्रामण्ये पर्युपस्थितः ॥४५॥
અથ-વિદેહદેશમાં ઉત્પન્ન થયેલા નમિ નામના રાજા, ઘરનો ત્યાગ કરી સાધુધર્મના પાલનમાં પરાયણ બન્યા હતા. જો કે તેમની સાક્ષાત્ બ્રાહ્મણનું રૂપ ધરીને ઈન્ડે જ્ઞાનચર્ચામાં પરીક્ષા કરી હતી, તે પણ તેમણે પોતાના આત્માને ન્યાય માર્ગમાં જે સ્થાપિત કર્યો તેથી જ તેઓ કર્મ રહિત થયા હતા. (૪૫–૫૮૪). करकंडु कलिंगेसु, पंचालेसु अ दुम्मुहो । नमिराया विदेहेसु, गंधारेसु अ नग्गई ॥४६॥ एए नरिंदवसहा, निक्खता जिणसासणे । पुत्ते रज्जे उवेकणं, सामण्णे पज्जुबठिया ॥४७॥ युग्मम्॥ करकण्डूः कलिङ्गेषु, पञ्चालेषु च द्विमुखः । नमी राजा विदेहेषु, गन्धारेषु च नग्गतिः ॥४६॥ एते नरेन्द्रवृषभा, निष्क्रान्ता जिनशासने । पुत्रान् राज्ये स्थापयित्वा,श्रामण्ये पर्युपस्थिताः॥४७॥युग्मम् ॥
અર્થ -કલિંગદેશમાં કર નામના, પંચાલદેશમાં દ્વિમુખ નામના, વિદેહદેશમાં નમિ નામના અને ગંધારદેશમાં નગગતિ નામના ચાર ઉત્તમ રાજાઓએ, પિતપિતાના પુત્રને રાજ્યગાદી સંપીને, શ્રી જિનશાસનમાં દીક્ષા અંગીકાર કરી ચારિત્રની આરાધનાથી મુક્તિપદ પ્રાપ્ત કર્યું, અર્થાત્ આ ચાર રાજાએ પ્રત્યેકબુદ્ધો બની સિદ્ધ બન્યા. (૪૬+૪૭, ૫૮૫૫૮૬)